વડોદરામાં GPCB ની રહેમ નજર હેઠળ કેમિકલ માફિયાઓ પ્રદુષણ ફેલાવવામાં બેફામ બન્યા?

વડોદરામાં GPCB ની રહેમ નજર હેઠળ કેમિકલ માફિયાઓ પ્રદુષણ ફેલાવવામાં બેફામ બન્યા?
આજ રોજ પદમલા ગામ ની સંગમ સોસાયટી સામે નેશનંલ હાઈવે 8 ની બાજુમાં સર્વિસ રોડ ની બાજુમાં કોઈ અજાણ્યા ટેન્કર ચાલક દ્વારા કેમિકલ જેવુ જ્વલનસીલ પદાર્થ ઠાલોવવામાં આવ્યો
ટેન્કર ચાલક દ્વારા આ એસિડીક જ્વલનસીલ પદાર્થ ને નેશનલ રોડ ના સર્વિસ રોડ ઉપર અનેક જગ્યા ને ખાલી કરતો કરતો હાઈવે ઉપર ટેન્કર લઈને નીકળ્યો હોય તેવું લાગી આવે છે,
ટેન્કર ના ટાયરના કેમિકલ વાળા નિશાન આવતા ને જતા ચીન્હો દેખાય આવે છે.
અગાવ પણ હાઇવે ની ગટર માં વેસ્ટ કેમિકલ ઠાલોવામાં આવતું હતું એ વાત પણ જણાઈ આવેલ છે,
કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા આવા ગોરખધંધા કરવામાં આવે છે, આ તપાસ નો વિષય બન્યો છે,
વધુ માં જો હા઼ઈવે ઉપરના CCTV કેમેરામાં તપાસ કરવામાં આવે તો તે ટેન્કર ના નંબર થી ટેન્કર ચાલક અને જ્યાંથી આ કેમિકલ જ્વલનસીલ પદાર્થ ભર્યો એ પકડી સકાય તેવુ લાગી રહ્યુ છે.
આ કેમિક઼લ જ્યારે ઠંલવાય રહ્યુ હતુ તેમાં થી ધુમાડો નિકળવાની વાતો નજરે જોનાર લોકોનુ કહેવુ હતુ કે ખૂબજ પ્રમાણમાં ધુમાડો નિકળતો હતો,પર્યાવરણ ના દુશ્મનો ખુબજ બેફામ બન્યા હોય તેવુ વડોદરા જિલ્લા માં લાગી આવે છે.
થોડા દિવસ અગાવ પણ જવાહરનગર પોલીસ સ્ટેશન સામે રણોલી બ્રિજ નીચે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા 3 થી વધુ ગાડી કેમિકલ વેસ્ટ સ્લજ ઠાલોવવામાં આવ્યો હતો, એની જાણ પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ ને થતા તાત્કાલિક GPCB વડોદરા ને જાણ કરેલ, પરંતુ તપાસ નો વિષય એ બને છે કે અવારનવાર આવા કેટલાય પ્રદુષણ ને લગતા બનાવ બન્યા કરે છે પરંતુ GPCB દ્વારા કોઈ જવાબદાર કંપની કે કારખાના ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી,
લાગી રહ્યું છે કે GPCB પર્યાવરણ બચાવવા મુદ્દે નિષ્ફળ નીવડ્યું છે?
શુ GPCB નામના અને દેખાવ માટેજ સેમ્પલ લઈ જાય છે?
શુ GPCB નું ઉદ્યોગપતિઓ સાથે સાઠગાઠ છે?
શુ GPCB દ્વાર ખાલી પેપર પરજ કલોસર નોટીસ આપવામાં આવે છે?
શુ GPCB ને પર્યાવરણ પ્રેમીઓ ફરિયાદ કરે અને તુરંત કંપની માલિકો ને સમાચાર મળી જાય?
આવા કેટલાય સવાલો શંકા ની ઘેરા માં છે?
વારંવાર પર્યાવરણ પ્રેમીઓ ની ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી,
જે કંપનીઓમાં કેમિકલ વેસ્ટ કેટલો નિકળે છે અને ક્યાં ઠાલવવામાં આવી રહ્યો છે તેનો હિસાબ કોઈની પાસે હોતોજ નથી,
આવા બનાવ માં જ્યારે ગુજરાત નુ જીપીસીબી માત્ર કહેવા પુરતુજ લાગી રહ્યુ છે !
વડોદરા થી ગાંધીનગર સુધીના ભ્રષ્ટાચાર ના તાર જોડાયા હોવાની વાતો બહાર આવી રહી છે,
આવુ ને આવુ ક્યાં સુધી પર્યાવરણ નુ નુકસાન થતુ રહેસે તે એક ગંભીર વિચારવા જેવી વાત છે.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)