વડોદરા ના જવાહરનગર પોલીસ દ્વારા રાજસ્થાન થી દારૂ લઈને આવેલા 3 બુટલેગર ને ઝડપી પાડવામાં આવ્યા,
વડોદરા ના જવાહરનગર પોલીસ દ્વારા રાજસ્થાન થી દારૂ લઈને આવેલા 3 બુટલેગર ને ઝડપી પાડવામાં આવ્યા,
-
વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહેલૌત તથા
સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી કે.જી.ભાટી અને ઝોન-1 ના નાયબ પોલીસ કમિશ્નર શ્રી દિપકકુમાર મેઘાણી સાહેબની દારૂ વેચનાર પર કડક કાર્યવાહી કરવાની સૂચના મુજબ
જવાહનર નગર પોલીસ દ્વારા 3 બુટલેગર ને પકડી લેવામાં આવ્યા છે,
જવાહરનગર પોલીસ ના સ્ટાફ ને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી ના આધારે રનોલી ગામમાં એક બોલેરો પીકઅપ ગાડી દારૂ લઈને જવાની હોય તેની માહિતી મળેલ
પોલીસ ના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી ને જવાહરનગર પોલીસે એ 3 આરોપી સહિત દારૂ નો મુદ્દા માલ ને ઝડપી પાડ્યો હતો,
આરોપી ની પૂછપરછ કરતા આ દારૂ રાજસ્થાન થી લઈને આવેલો હોવાની વાત જાણવા મળી
આરોપી નામે
મુકેશકુમાર ભૈરવલાજી ખટીક
ભુપેન્દ્ર શંકર ખટીક
લલિત રમેશ ખટીક
આ ત્રણેય આરોપી રાજસ્થાન ના રહેવાસી હોવાની માહિતી મળેલ,
જવાહર નગર પોલીસ દ્વારા દારુ ની 144 નંગ બોટલ જેની કિંમત 79,200/- એક બોલેરો પિકઅપ ગાડી જેની કિંમત 3,50000/- અને આરોપી ના મોબાઈલ ફોન સાથે
પોલીસ દ્વારા ટોટલ 4,45,300/- રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કરી ત્રણેય આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ નો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી,
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)