વડોદરા ના સામાજિક કાર્યકર્તાઓ,સંસ્થાઓ દ્વારા પાણી માં ફસાયેલા લોકો માટે પૂર રાહત સામગ્રી પોહચાડી.
વડોદરા માં અણધાર્યો વરસાદ ના લીધે પૂર ની સ્થિતિ સર્જાઈ ત્યારે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પાણી માં ફસાયેલા લોકો માટે પૂર રાહત સામગ્રી પોહચાડી.
વડોદરા Police Team, Fire Team, NDRF , SDRF, Army ની પ્રસંશનીય કામગીરી માં પરિવારો સાથે નાના બાળક અને પ્રાણીઓ રેસ્ક્યુ કરાયા.
વરસાદી અસરગ્રસ્તોને સહાય આપવામાં આવી
સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકતાઓ અને મીડિયા મિત્રો દ્વારા સંસ્કારી નગરીનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું.
વાઘેશ્વરીચેરીટેબલ ટ્રસ્ટ અને શક્તિ સેનાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા (બાપુ) દ્વારા બાજવા ગામે આવેલ ઇન્દિરાનગરી માં સ્થાનિકો ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા.
મહાકાલસેના વડોદરા અને વડીવાડી યુવકમંડળ તેમજ સીએશાહ દ્વારાવરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં વઘારેલી ખિચડીની સેવા આપવામાં આવી.
કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા માંજલપુર વિસ્તારમાં પૂર ગ્રસ્ત વિસ્તારમાં રેસ્કયુ કરી એક સગર્ભા મહિલા અને 75 જેટલા લોકો ને સુરક્ષિત સ્થળે પોહચડી અને જમવાની વ્યવસ્થા તેમજ કપડા વિતરણ પણ કરવામાં આવ્યા તેમજ જમવાની વ્યવસ્થામાંજલપુર ના લાલુ ભાઈ પટેલ સાથે સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી.
સમાં ગામ માં રાઠોડ પરીવાર અને સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ દ્વારા સમાં ગામ ની આજુ બાજુ વરસાદ ના પાણી માં ફસાયેલા ભૂખ્યા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી.
વડોદરા મા આવેલ વરસાદ આફત મા ટીમ ગબ્બર અને જવાહરનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇનસપેકટર શ્રી ભાવેશભાઈ અને ટીમ સાથે મળીને સુભાનપુરા , ગોરવા અને ગોત્રી મા જરુરીયાત મંદ લોકો ભોજન સાથે જીવન જરૂરિયાતની મદદ પહોંચાડી
વોર્ડ નંબર 1 ના સામાજિક કાર્યકર્તા વિલ્સન સોલંકી દ્વારા પૂર ના પાણી માં ફસાયેલ હોસ્પિટલ માં જન્મેલ બાળકી અને તેની માતા ને સહી સલામત તેઓના ઘરે પહોંચાડ્યા.સગાસંબંધી ખુશીની લાગણી જોવા મળી વધુમાં વિલ્સન સોલંકી અને તેમની ટિમ દ્વારા ફૂડ પેકેટ નું પણ વિતરણ કરવામાં આવ્યું
વિકલાંગ પરિવાર પાણીમાં ફસાયા ની માહિતી મળતા સ્થાનિક સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ તેઓએ ટિમ દ્વારા તેઓને રેસ્કયુ કરાયા.
વધુમાં વડોદરા શહેર માં પૂર ના કારણે પશ્ચિમ વિસ્તાર ના ઘણા બધા વિસ્તાર પાણીમાં ડૂબીગયા હતા જેમાં હજારોની સંખ્યામાં લોકોના ઘરોમાં અનાજ પાણી ને ખોરાક રાંધવાની વસ્તુઓ બગડી ગઈ હતી તેવા તમામ લોકોને જમવા માટે ની સુવિધા કરવામાં આવી છે તેવા વિસ્તાર ના લોકો માટે સંપર્ક નંબર જાહેર કરી તાત્કાલિક ધોરણે સુવિધા આપવામાં આવી.
રાજેશભાઈ આયરે 9824006366
પૂર્ણિમાબેન આયરે 9978066366
હેમલતાબેન ગોર 9998009296
સ્વેજલ વ્યાસ 9904841108
વડોદરા પોલીસની પ્રશંસનીય કામગીરી વડોદરાના પૂરગ્રસ્તોની સાથે વડોદરાના જરૂરતમંદ વિસ્તારો મા રાહત સામગ્રી પહોંચાડાઇ.
લાયન્સ ક્લબ દ્વારા ખીસકોલી સર્કલ,કલાલી રોડ, નીલકંઠ નગર,ગોકુલ નગર, જ્યાં હજું સુધી પાણી ઉતાર્યા નથી તેવા વિસ્તાર માં લાયન્સ ક્લબ અને પુરી ટીમ સાથે મળી ને લોકો સુધી ફુડં પોહ્ચાડ્યું , 4000 થી વધુ ફૂડ પેકેટ નું વિતરણ કર્યું.
વન વિભાગ ની ટિમ દ્વારા અનેક વિસ્તાર માંથી મગર ને રેસ્ક્યુ કરાવ્યા.
ઉંડેરા માં અતિ ભારે વરસાદથી ઉંડેરા માધ્યમિક શાળા ની આસપાસના આવાસ, ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં ઉંડેરા માધ્યમિક શાળાના મકાનમાં અસરગ્રસ્ત પરીવારોએ આશરો અપાયો
રાજ્ય સરકાર દ્વારા પણ પૂર રાહત સામગ્રી પોહ્ચાડવાનું ચાલુ થઇ ગયેલ છે.
વડોદરા ના મેયર શ્રી તેમની ટિમ સાથે વડોદરા નું નિરીક્ષણ CCTV સ્ક્રીન પર નિહાળતા.
45 દિવસ ની બાળકી ને રેસ્ક્યુ કરતા વડોદરા પોલીસ ના PSI ગોવિદ ચાવડા સાહેબ
અનેક લોકો દ્વારા પૂર માં ફસાયેલ લોકો ને સાથ સહકાર આપવામાં આવ્યો છે
નૈતિક સમાચાર (NS NEWS) ની આપીલ:-
દરેક શહેરીજનોને જણાવાનુ કે વરસાદના પૂર માં ફસાયેલ લોકો ની મદદ કરો અને આસપાસના વિસ્તાર મા પાણી ભરાય હોય તો બધા ભેગા મળી ને તેમણે સાથસહકાર આપવા વિંનતી. કોઈ અફવા કે ખોટા મેસેજ વાઇરલ નહિ કરવા NS NEWS તમામ વડોદરા વાસીયો ને વિંનતી કરે છે.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)