નેશનલ હાઇવે નંબર 8 ના સાકરતા બ્રિજ નીચે IRB ની વીજ પેનલ માંથી વીજ કરંટ લાગતા એક ગધેડા નું મોત થયું,
નેશનલ હાઇવે નંબર 8 ના સાકરતા બ્રિજ નીચે IRB ની વીજ પેનલ માંથી વીજ કરંટ લાગતા એક ગધેડા નું મૃત્યુ થયું,
માહિતી આધારે છેલ્લા 5 દિવસ થી હાઇવે પર સાકરતા બ્રિજ પર ની લાઈટો 24 કલાક ચાલુ ને ચાલુ રહતી હતી,
વધુ માં એક ગાય ને પણ વીજ કરંટ લાગતા સ્થાનિકો દ્વારા તેને બચાવી લેવાઈ હતી,
આ જગ્યા એ થી નાના બાળકો સ્કૂલે પણ જતા હોય છે,
ખરે ખર તો આવી વીજ પેનલ ની આજુ બાજુ જાળી મારવાની હોય છે પરંતુ કોઈ પણ પ્રકાર ની કોઈ જાડી અહીંયા મારેલ નથી,
આની ફરિયાદ સ્થાનિકો દ્વાર IRB ને કરવામાં આવેલ છતાં IRB ના કોઈ અધિકારી દેખવા સરખા ના આવ્યા હતા, IRB એ ઘટના પર પડદો પાડવા એક માણસ મોકલી ખાલી લાઈટો બંધ કરાવી હતી,
જો કોઈ માનવ ને કઈ વીજ કરંટ લાગ્યો હોત તો આની જવાબદારી કોણ RBI ના અધિકારીઓ લેતા?
સ્થાનિકો દ્વારા વળતર માંગવામાં આવ્યું,
વધુ માં નેશનલ હાઇવે નંબર 8 પર વડોદરા થી અમદાવાદ રોડ નું સરકાર દ્વારા IRB ને કામ સોંપવામાં આવેલ,
આ હાઇવે ને દેખરેખ અને ટોલ પ્લાઝા માટે IRB ને રાખવામાં આવેલ છે,
પેહલા પણ અનેક આક્ષેપો IRB પર થયેલ છે,
વારંવાર કેટલીય સમસ્યાઓ IRB તરફ થી જનતા ને થઈ રહી છે !
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)