વડોદરા માં SWIGGY નો ડિલિવરી બોય જમવાની સાથે બિયરની સુવિધા પૂરી પાડતાં પોલીસના હાથે ઝડપાયો.
વડોદરા માં SWIGGY નો ડિલિવરી બોય જમવાની સાથે બિયરની સુવિધા પૂરી પાડતાં પોલીસના હાથે ઝડપાયો.
વડોદરા માં અનેક પ્રકારની કંપનીઓ ની ઓનલાઈન એપ્લિકેશન થી જમવાનું ઓનલાઈન ઘરે મંગાવી શકાય છે, ફુડ ડિલિવરી કરનાર વ્યક્તિને સમયસર જમવાનુ પહોંચાડવાનુ હોય છે, જેથી પોલીસ તેમના થેલા ચેક કરતી નથી, અને તેનો ગેરફાયદો ઉઠવતા બુટલેગરો હવે પોલીસને ચુનો ચોપડવા માટે ફુડ ડિલિવરીની નોકરીમાં જોડાઇ દારૂ સપ્લાય કરવાનો વેપલો ચલાવી રહ્યાં હોવાની વિગતો સપાટી પર આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર લક્ષ્મીપુરા ગામમાં રહેતો રાહુલ છેલ્લા થોડા સમયથી સ્વિગીના ડિલિવરી બોય તરીકે નોકરીમાં જોડાયો હતો. રાહુલ ગ્રાહકને ઘરે જમાવો ઓર્ડર પહોંચાડવા જાય ત્યારે તે જોઇ લેતો કે ગ્રાહક દારૂ પીવાની ટેવ વાળો છે કે નહીં, જો ગ્રાહક દારૂ પીવાનો શોખ ધરાવતો હોય તો એની સાથે એ મિત્રતા કેળવી લેતો હતો. મિત્રતા કેળવી ગ્રાહકને “સાહેબ જમવાની સાથે બિયર કે દારૂની જરૂરીયાત હોય તો કહેજો” આવી ઓફર આપતો હતો.
બિયર દારૂ પહોંચાડવાની ગ્રાહક ને ઓફર કરી ગ્રાહક સાથે તેના નંબરની આપ લે કરી લેતો હતો. બાદમાં બિયર અથવા દારૂ લાવી ગ્રાહકને જમવાની સાથે પહોંચાડતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી આજે બપોરના સમયે માહિતી મળી હતી કે સ્વિગીનો ડિલિવરી બોય રાહુલ તેના પાસેની ફુડ બેગમાં બિયરનો જથ્થો લઇને ગોત્રી રોડ નંદિશ કોમ્પલેક્ષ પાસેથી પસાર થવાનો છે. જેના પરિણામે પુરતી વોચ ગોઠવી સ્વિગીના ડિલિવરી બોયની અટકાયત કરી તેની પાસેની બેગમાં તપાસ કરતા બિયરના 6 નંગ મળી આવ્યાં હતા. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે સ્વિગીના ડિલિવરી બોય વિરૂધ પ્રોહિબીશનનો ગુનો નોંધી 47,600 મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)