ગુજરાત

જીવલેણ કેન્સરની બિમારીથી પીડાતા 10 વર્ષિય માસૂમ બાળક “લકી” ની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા પૂરી થઈ હતી.

જીવલેણ કેન્સરની બિમારીથી પીડાતા 10 વર્ષિય માસૂમ બાળક “લકી” ની પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા પૂરી થઈ હતી.

“લકી” એક દિવસ માટે વડોદરા ના જે.પી. પોલીસ મથકનો ઇન્સ્પેક્ટર બનાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, MAKE A WISH અમદાવાદ ની સંસ્થા દ્વારા જીવલેણ બિમારીથી પીડાતા બાળકોની ઇચ્છા પુરી કરાવવાની ઉમદા કામગીરી કરવામાં આવે છે.

બાળકો નાનપણથી જ નક્કી કરતાં હોય છે કે એમને મોટા થઈને શું બનવું છે? જોકે, કેટલાંક બાળકો એવી જીવલેણ બિમારીનો ભોગ બની જાય છે કે તે કદાચ પોતાની યુવાની જોવા સક્ષમ રહેશે કે નહીં? આ પ્રશ્નનો જવાબ ઈશ્વરના હાથમાં હોય છે. જીવલેણ બિમારીથી પીડાતા માસૂમ બાળકોની ઇચ્છાપૂર્તિ કરી, તેમના ચહેરા પર અનેકો આનંદ રેલાવાની કામગીરી MAKE A WISH નામની સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

વડોદરાના 10 વર્ષિય “લકી” કેન્સરની બિમારીએ જકડી લીધો છે. MAKE A WISH સંસ્થાના કાર્યકરોને લકી એ પોલીસ ઇન્સ્પેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જેને પગલે વડોદરા પોલીસ વિભાગ સાથે સંકલન કરીને લકીને આ ઇચ્છા આજે પૂરી કરવામાં આવી હતી.

“લકીએ” 21 ઑગસ્ટ ના રોજ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં એક દિવસના ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડેપગે તેના આદેશનું પાલન કરવા તત્પર થયા હતાં. પોલીસ ઇન્સ્પેક્ટરની વર્દી પહેરી પી.આઈ.ની ખુરશીમાં બેસતાં જ “લકી” ચહેરા પર અનેરી ચમક આવી ગઈ હતી. તેણે બધાં પોલીસ અંકલનો ખુબ આભાર માન્યો હતો. બાદમાં પી.આઈ. લકીને તેની કામગીરી સમજાવવામાં આવી હતી.

પી.આઈ. “લકીને” બાદમાં રોલ કોલ બોલાવી પોલીસ કર્મીઓ સાથે વાતચિત કરી હતી. અને આખા પોલીસ સ્ટેશનના ખૂણે ખૂણે જઈ બધું નિહાળી, તેના વિશે માહિતી મેળવી હતી. તેમજ પોલીસની ગાડીમાં બેસી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું હતું. બાળ ઇન્સ્પેક્ટરને નિહાળીને રાહદારીઓ પર આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. લોકો તેને જોવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતા. જીવલેણ બિમારાથી પીડાતા લકીની ઇન્સ્પેક્ટર બનવાની ઇચ્છા પૂરી થતાં તેના ચહેરા પર એક અનોખી ખુશી જોવા મળી હતી. અને પોલીસ સ્ટેશન માં પોલીસ ની આંખો ભીંજાય હતી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button