માંજલપુરમાં આવેલી ઇન્ડસઇન્ડ બેન્કના લોકરમાંથી 19.5 તોલાના સોનાના દાગીના ગુમ થઇ ગયા..
માંજલપુરની ઇન્ડસઇન્ડ બેંકના વોકરમાંથી ૧૯.૫૦ તોલાના સોનાના દાગીનાની ચોરી થઇ છે. બેંક અધિકારીએ યોગ્ય તપાસ નહીં કરતા લોકર ધારકે છેવટે મકરપુરા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ એ તપાસ ની કાર્યવાહી હાથ ધરી.
આ અંગેની વિગત એવી છે કે, તરસાલી રવિપાર્ક નજીક સોમનાથ એપાર્ટમેન્ટમાં રહેતા રિતેશકુમાર રમણિકભાઇ ગઢીયા રેસકોર્સ સર્કલ ખાતે પરમેશ્વર કૃપા ઇલેક્ટ્રીકલમાં મેનેજર તરીકે નોકરી કરે છે પરિવારના સભ્યોની કિંમતી ચીજવસ્તુઓ રાખવા માટે એપ્રિલ ૨૦૧૮ થી ઇન્ડસઇન્ડ બેન્કની માંજલપુર શાખામાં લોકર ખોલાવ્યું હતું.
કોઇપણ બેન્કના લોકર સામાન્ય રીતે બે ચાવીઓથી ખુલતા હોય છે. જે પૈકીની એક ચાવી બંકના સ્ટાફ પાસે અને બીજી ચાવી લોકરધારક પાસે રહે છે. કોઇપણ એક ચાવીથી લોકર ખુલી શકતું નથી. ગત ૨૪-૨-૨૦૧૯ ના રોજ રિતેશ ગઢીયા અને તેમના પત્નીએ લોકર ખોલીને તેમાંથી અમુક ચીજવસ્તુઓ કાઢી હતી અને દાગીના મૂક્યા હતાં. ત્યારબાદ ગત તા.૨૮-૭-૨૦૧૯ ના રોજ લોકર ખોલ્યું ત્યારે તેમાંથી સોનાના ૧૯.૫૦ તોલાના દાગીના ગૂમ હતાં.
જે અંગે બેન્ક મેનેજરને ફરિયાદ કરવા છતાંય બેંક મેનેજરે યોગ્ય કાર્યવાહી નહી કરતા છેવટે રિતેશ ગઢીયાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રિતેશ ગઢીયાએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, આ જ બેંકના અન્ય એક લોકર ધારક જય હસમુખભાઇ પંચાલ (રહે. સમર્પણ સોસાયટી) જી.આઇ.ડી.સી. વડસર રોડ) ના લોકરમાંથી પણ અગાઉ નવતોલાની ત્રણ સોનાની ચેઇન ગૂમ થઇ હતી.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)