ગુજરાતવ્યાપાર

ભાવનગર: જહાજમાં ચઢી રહેલી ટ્રકની બ્રેક ફેઈલ થઈ અને ટ્રક દરિયામાં ખાબકી.

ભાવનગર: જહાજમાં ચઢી રહેલી ટ્રકની બ્રેક ફેઈલ થઈ અને ટ્રક દરિયામાં ખાબકી.

ભાવનગર-દહેજ વચ્ચે ફેરી સર્વિસ શરૂ થઈ હોવાને કારણે દહેજ અને સુરત તરફ મુસાફરી કરતા લોકો અને ટ્કો દ્વારા માલસામાનની હેરાફેરી કરતી ટ્રકોનો દસ કલાક કરતા વધુ સમયની બચત થઈ છે,
માહિતી આધારે બુધવારે સવારે ભાવનગર ટર્મીનલ ઉપરથી દહેજ જઈ રહેલી એક ટ્રક ફેરીમાં દાખલ થવા માટે જેટી ઉપર આગળ વધી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થતાં ડ્રાઈવરે ટ્રક ઉપરનો કાબુ ગુમાવ્યો અને ટ્રક દરિયામાં ખાબકી હતી, જો કે ટ્રકમાં રહેલા ડ્રાઈવર અને કલીનરને નજીકમાં રહેલા એક ટગના સ્ટાફે બચાવી લીધા હતા,ભાવનગરથી દક્ષિણ ગુજરાત જવા માગતા મુસાફરો અને ટ્રકોને દસથી બાર કલાક લાંબી મુસાફરી કરવી પડતી હતી, જેને ધ્યાનમાં રાખી ભાવનગરથી ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી જેમાં મુસાફરો સહિત કાર અને ટ્રકનો પણ સમાવેશ થાય છે રસ્તા માર્ગે દહેજ જતાં જતા દસ કલાકનો સમય લાગતો હતો અને તે માત્ર બે કલાકમાં ત્યાં પહોંચી જવાય છે આમ સવારે ભાવનગરથી નિકળેલો પ્રવાસી અથવા ટ્રક સાથે ભાવનગર પાછી ફરે શકે છે જેનો કારણે ફેરી સર્વિસ બહુ અગત્યની સાબીત થઈ છે, બુધવારે સવારે ભાવનગરની એક ખાલી ટ્રક દહેજ માલ લેવા જવાની હોવાથી ટ્રક ડ્રાઈવર અને કલીનર ટ્રક લઈ ટર્મીનલ ઉપર આવ્યા હતા.ફેરી સર્વિસમાં ટ્રક દાખલ થઈ શકે તે માટે ખાસ જેટી બનાવવામાં આવી છે તે જેટી મારફતે ટ્રક આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેની બ્રેક ફેઈલ થઈ જતાં ટ્રક ડ્રાઈવરે ટ્રકને કાબુમાં લેવાનો પ્રયાસ કરતા તે ડાબી તરફ વળી દરિયામાં ઉંઘા મોઢે પટકાઈ હતી આમ ટ્કનો ડ્રાઈવર કેબીનનો ભાગ સહિત અડધી ટ્રક દરિયામાં ડુબી ગઈ હતી, આ અકસ્માત થયો ત્યારે દરિયામાં એક ટગ ઉભી હતી તેમાં રહેલા સ્ટાફે આ અકસ્માત જોયો અને તેમને અંદાજ આવી ગયો કે કેબીનમાં રહેલા ડ્રાઈનર અને કલીનરને મદદ નહી મળે તો તેઓ ડુબી જશે.જેના કારણે દરિયામાં રહેલી ટગના સ્ટાફે તરત ટ્રક તરફ પોતાની ટગને વાળી તેમાં રહેલા ડ્રાઈવર અને કલીનરને કેબીનમાંથી બહાર કાઢી ટગ ઉપર ચઢાવી લેતા તેમનો બચાવ થયો હતો.

નૈતિક સમાચાર

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button