ગુજરાત

સંતરામપુરમાં ગણેશજી ની આગમન યાત્રા નિમિત્તે ઝંડો ફરકાવતા યુવકને કરંટ લાગ્યો, શ્રીજીની મુુર્તિ પાસેથી નીચે પટકાયો,

સંતરામપુરમાં ગણેશજી ની આગમન યાત્રા નિમિત્તે ઝંડો ફરકાવતા યુવકને કરંટ લાગ્યો, શ્રીજીની મુુર્તિ પાસેથી નીચે પટકાયો,

સંતરામપુરમાં ગણેશ સ્થાપના નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા દરમિયાન ગણેશજીની મુર્તિ પાસે અનુરાગ મોચી નામનો યુવક ઝંડો ઉચો કરીને ફરકાવતો હતો. આ દરમિયાન ઝંડો ઈલેક્ટ્રિક વાયરને અડી જતા તેનો ભયાનક કરંટ લાગ્યો હતો. જેથી તે શ્રીજીની મુર્તિ પરથી નીચે પટકાયો હતો.

આ સમગ્ર ઘટના વીડિયો ઉતારતા એક મોબાઈલમાં કેદ થઈ હતી. જોકે, અનુરાગને તાત્કાલિક સંતરામપુરના સ્ટેટ હોસ્પિટલમાં ખસેડાતા તેનો આબાદ બચાવ થયો હતો. બાળપણથી જ તે પોતાના ઘરે ગણેશ સ્થાપના કરતો હોવાથી શ્રીજીએ તેનો જીવ બચાવ્યો છે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની ત્રીજી ઘટના.
આવતી કાલથી ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ગણેશ સ્થાપના નિમિત્તે કરંટ લાગવાની આ ત્રીજી ઘટના બની છે.

પહેલા અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વખતે 7 લોકોને કરંટ લાગ્યા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યાં હતા. ઉપરાંત વડોદરામાં પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઇ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું.અંકલેશ્વરમાં ગણપતિ આગમન સમયે કરંટ લાગતા 2ના મોત થયા હતા

વિસ્તાર થી જોઈએ તો અંકલેશ્વરના નેશનલ હાઇવે 48 પર ન્યુ ઇન્ડિયા માર્કેટ પાસે ગણેશજી મૂર્તિ લાવતી વેળા કરંટ લાગતા 2 યુવાનના મોતના નિપજ્યા હતા. અન્ય 5 યુવાનો દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડ જી.એચ.બી ગ્રુપના ગણેશની મૂર્તિ લાવી રહ્યા હતા. અંદાજિત 26 ફૂટ ઉંચી મૂર્તિ નડતર રૂપ હાઇટેનશન લાઈન વાયર ઉંચા કરતી વેળા કરુણાંતિકા સર્જાય હતી.પાદરામાં ગણપતિ આગમનની સવારીમાં હાઇ ટેન્શન લાઇનના વીજ તારથી કરંટ લાગતા યુવાનનું મોત થયું હતું.

વડોદરા જિલ્લાના પાદરામાં ગણપતિની પ્રતિમાના આગમન સમયે લાઇટિંગ માટે ટેમ્પા પર લગાવેલા ધ્વજની દંડી હાઈ ટેન્શનના લાઇનના વીજ તારને અકડી જતા વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ બહાર આવ્યો હતો. જેમાં યુવાન ટેમ્પા પર ઉભેલા યુવાનને ધ્વજ પાસેથી વીજ તાર હટાવવાનું કહે છે. આ સમયે ધ્વજ વીજ તારને અકડ્યો હતો અને યુવાન ટેમ્પાને અડકેલો હોવાથી તેને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button