RTOના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, એક અધિકારીની 20 કરોડની મિલકતોનો ખૂલ્યો કાળો ચિઠ્ઠો
RTOના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ, એક અધિકારીની 20 કરોડની મિલકતોનો ખૂલ્યો કાળો ચિઠ્ઠો
RTOમાં ભ્રષ્ટાચારના નાણાં અધિકારીઓના વહીવટદારો મારફતે ઉઘરાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એક અધિકારીના વહીવટદાર સાથે ડખ્ખા પડતા વહીવટાદારે કરોડો રૂપિયાની મિલકતો વસાવી હોવાના રેકર્ડ સાથે વાહન વ્યવહાર કમિશનરી કચેરીમાં લેખિત જાણ કરી છે. જેના પગલે વાહન વ્યવહાર કમિશનર દ્વારા ખાનગીમાં તપાસ ચાલુ કરવામાં આવી છે.
વહીવટદારે કરેલ લેખિત અરજીમાં એવો આક્ષેપ કર્યો છે કે, ભષ્ટાચારી અધિકારીને દરરોજની એક લાખ કરતા વધારે છે. અધિકારીનો બધો વહીવટ ડ્રાઈવર અને બીજો પ્રાઈવેટ શખ્સ કરે છે. એક વાહન પાર્સિંગના રૂ.૩૦૦ લેખે ભાવ નક્કી હોય છે, જેટલા સિક્કા મારવામાં આવે તે પ્રમાણે ફોલ્ડરો સાંજે એજન્ટ પાસે નાણાં ઉઘરાવી આવતા હોય છે.
દરરોજના ૭૦૦ વાહનોના પાસિંગ થાય છે. તેમાં IMV ના પાસિંગના રૂ.૫૦૦ અને મોટર સાઈકલના રૂ.૩૦૦ ભાવ લેવામાં આવતો હોય છે. બાર વાગ્યા સુધીમાં એજન્ટ ૧૦૦ અને ૨૦૦ના ફોર્મના બેન્ચ બનાવીને અધિકારીને ફોલ્ડરમાં ચિઠ્ઠી લખીને નોંધ કરતા હોય છે. આ અધિકારી લાલ પેનથી સહી કરે છે.
જે પ્રક્રિયા પુરી થયા બાદ સાંજે અને ફોલ્ડરને ફોન કરીને નક્કી કરેલ જગ્યાએ નાણાં પહોંચડવામાં આવતા હોય છે. જયારે કેટલાક મોટા એજન્ટોનો હિસાબ પંદર દિવસે થતો હોય છે. એસીબીએ સાત માસ પહેલા કરેલી ટ્રેપમાં બે કર્મચારી ઝડપાયા હતા. જેમાં આ અધિકારીનું નામ ખુલ્યુ હતુ પરંતુ એસીબીની તપાસમાં કયા કારણોસર નામ કાઢવામાં આવ્યુ તે તપાસનો વિષય છે.
આરટીઓમાં ચાલતી ચર્ચા મુજબ આ ભષ્ટાચારી અધિકારીએ ૨૦ કરોડથી વધુની મિલકતો વસાવી છે. જો એસીબી તથા અન્ય એજન્સી મારફતે તપાસ થાય તો આરટીઓમાં છેલ્લા ઘણા સમયથી ભષ્ટાચારથી ખબબદતુ તંત્રનો પર્દાફાશ થઈ શકે તેમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઓ ઓફિસમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારની અગાઉ પણ ફરિયાદો ઊઠી હતી. આ મામલે હજુ પણ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય તો અનેક મોટા વ્યવહારો પણ બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
નૈતિક સમાચાર