વડોદરા માં જીમખાનાની આડમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ.. 50 જુગારીયા સહિત 50 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત.
વડોદરા માં જીમખાનાની આડમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ.. 50 જુગારીયા સહિત 50 લાખ થી વધુ નો મુદ્દામાલ જપ્ત.
વડોદરા શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં રૂબી જીમખાનામાંથી ગત મોડી રાતે ક્રાઇમ બ્રાંચે 50 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યાં છે.
પોલીસ પાસે એવી ખાનગીમાં માહિતી મળતી હતી કે આ જીમખાનામાં જુગારધામ ચાલે છે. અને તેના પર કેટલાય સમયથી વોચ રાખવામાં આવ્યા બાદ ગતરાત્રીના ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જાણવા એવું પણ મળે છે કે આ જીમખાનામાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાનાં લોકો જુગાર રમવા આવતા હતાં.
શહેરનાં કારેલીબાગ ખાતે રૂબી જીમખાનામાંથી શનિવારે મોડી રાતે ક્રાઇમ બ્રાંચે 50 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યાં છે. ત્યાંથી 20 બાઇક, 5 કાર અને 3.50 લાખ રોકડ અને 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ મામલે મળતી માહિતી પ્રમાણે શહેરનાં સારા ગણાતા કારેલીબાગમાં રૂબી જીમખાના ચાલી રહ્યું છે. ક્રાઇમ બ્રાંચ પાસે ઘણાં સમયથી બાતમી મળી હતી કે આ જીમખાનામાં જુગારધામ ચાલે છે. જુગારધામ ચલાવતો અનવર સિંધી પોલીસ ગિરફતમાં આવતો ન હતો. પરંતુ શનિવારે મોડી રાતે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી 50 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 3 લાખથી વધુ રોકડ ઝડપી પાડી છે.
મુખ્ય આરોપી ફરાર વડોદરા ક્રાઈમ બ્રાન્ચનાં ડીસીપી જે.ડી જાડેજાનું કેહવું છે કે આ જુગારીઓને રંગે હાથ ઝડપવા માટે અમારી 15 દિવસથી મહેનત ચાલતી હતી. જેમાં અમને સફળતા મળી છે. રૂબી જીમખાનામાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાનાં લોકો જુગાર રમવા આવતા હતાં. પોલીસનું કેહવું છે કે અનવર સિંધી આ જુગારધામ નો મુખ્ય આરોપી છે. તેની સાથે સલીમ ગોલાવાલા પણ સામેલ છે. પરંતુ દરોડાનાં 1 કલાક પહેલા જ સાલીમ ભાગી ગયો છે. હાલ પોલીસે ફરાર લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.પૂછપરછ શરૂ થઇવડોદરા ક્રાઇમ બ્રાંચ હાલ તમામ ઝડપાયેલા જુગારીઓ પર જુગારની કલમ હેઠળની કાર્યવાહી કરશે. હાલ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી રહી છે કે આ જીમખાનામાં કેટલા સમયથી જુગારધામ ચાલતું હતું. જોકે ચર્ચા એવી પણ ચાલી રહી હતી કે આટલી મોટી સંખ્યામાં લોકો જુગાર રમી રહ્યાં છે તેથી આ ઘણાં સમયથી ચાલતું હોવું જોઇએ. આ જીમખાનામાં જુગાર સાથે અન્ય કોઇ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ચાલે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. હાલ તો પોલીસ આ તમામ જુગારીઓની પૂછપરછ કરી રહી છે.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)