ગુજરાત

વડોદરા ના સાકરદા મીની નદી કિનારે આવેલ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની અનેક વખત વિવાદોમાં,

વડોદરા ના સાકરદા મીની નદી કિનારે આવેલ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની અનેક વખત વિવાદોમાં,

વરસાદ પડતા ની સાથે કેમિકલ કંપનીઓ દૂષિત પાણી નદી તળાઓમાં છોડતી હોય છે,
વડોદરા ના સાંકરદા ગામ મીની નદી કિનારે આવેલ સ્ટાન્ડર્ડ પેષ્ટીસાઈડ કંપની વરસાદ નો ફાયદો ઉઠાવી પેસ્ટીસાઈડ વેસ્ટ પાણી મીની નદી માં છોડી દે છે, આ કંપની ઉપર અસંખ્ય ફરીયાદો ભુતકાળમાં થંઈ ચુકી છે અને આજે પણ કરવામાં આવી છે, પરંતુ આ કંપની ના માલીક માથાભારે હોવાથી ના સરકારી વિભાગો માં અગંત સંબંધો અને વેચાય ગયેલા અધિકારીઓ ના લિધે આજ દિવસ સુધી આ કંપની ઉપર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી આવું સ્થાનકો એ જણાવ્યું હતું,

વારંવાર મિની નદીમાં પ્રદુષણ યુક્ત પેસ્ટ્રીસાઈડ વેસ્ટ પ્રવાહી છોડવાના પુરાવા જીપીસીબી ના અધિકારીઓ ને પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી આપી ચુકી છે,પરંતું આ કંપની ઉપર કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરવામાં આવી નથી, ભુતકાળમાં આ કંપનીના પ્રદુષણ પ્રવાહી મિની નદીમાં છોડવાના લિધે કેટલાય પ્રાણિયો,ગાય,બકરા મોતને ઘાટ ઉતરી ચુક્યા છે, વધુ માં આ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની દ્વારા ડ્રેનેજ વેસ્ટ પાણી નો પણ સીધો નિકાલ મીની નદી માં કરવામાં આવતો હતો,

વધુ માં સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની દ્વારા વૃક્ષો પણ ઘેરકાયદેશર કાપી નાખવામાં આવ્યા સાથે સાથે કંપની ની મીની નદી કિનારે ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવેલ છે એવું સ્થાનિકો દ્વારા જાણવા મળેલ છે,
માહિતી આધારે સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ના ગેરકાયદેસર કેટલાક ગોડાઉન અલગ અલગ જગ્યા એ આવેલા છે,

સાકરદા ગ્રામ પંચાયત દ્વારા આ કંપની ઉપર ગેરકાયદેસર નું દબાણ અને વૃક્ષો કાપી નાખવા ઉપર નોટિસ પણ પાઠવેલ છે.

પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી દ્વારા ગત રોજ GPCB માં ફરિયાદ કરવામાં આવેલ જેથી આજ રોજ GPCB ના અધિકારી દ્વારા સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ની વિઝિટ કરી પાણી ના સેમ્પલ લેવામાં આવ્યા અને જે પણ મીની નદી તરફ પાઇપ નાખેલ છે એને તુરંત બંધ કરી દેવા કંપની સત્તાધીશો ને જણાવેલ, હવે જોવાનું એ રહે છે કે GPCB બોર્ડ વડોદરા આ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ઉપર કાર્યવાહી કરે છેકે મહેરબાની કરશે,

પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી ના અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો આગામી સમય માં આ સ્ટાન્ડર્ડ પેસ્ટીસાઈડ કંપની ઉપર કોઈ કાર્યવાહી GPCB દ્વારા નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે

રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button