ગુજરાત

વડોદરા , ડીઝલ ચોરીને ભાગતી ટોળકીનો પોલીસ પર પથ્થરમારો, ટ્રક સાથે કાર અથડાવી 4 ફરાર,

વડોદરા પદમલા વિસ્તારમાં ડીઝલ ચોરીને ભાગતી ટોળકીનો પોલીસ પર પથ્થરમારો, ટ્રક સાથે કાર અથડાવી 4 ફરાર,

છાણીથી પદમલા રોડ પર રવિવારે સવારે કારમાં આવેલી ડીઝલચોર ટોળકીનો આતંક, ડીઝલ ચોરી કરતી ગેંગને છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલે પડકારતાં હાઈવોલ્ટેજ ડ્રામા

વડોદરા ના છાણી પદમલા વચ્ચે હાઇવે પર રવિવારે સવારે એક ટ્રકમાં ડીઝલ ચોરી કરતા ચાર શખ્સોને છાણી પોલીસના હેડ કોન્સ્ટેબલે પડકારતાં ટોળકીએ પોલીસ કર્મી પર પથ્થરમારો કર્યાે હતો. જોકે પોલીસે રસ્તો બ્લોક કરતાં ટોળકીની કાર ટ્રક સાથે અથડાઇ અને અકસ્માત સર્જ્યા બાદ કારમાં રહેલા ચારેય શખ્સો ભાગી છૂટ્યા હતા.
અકસ્માત થયા બાદ ટોળકી ફરાર અગાવ પણ અનેક વખત આ હાઇવે પર ડીઝલ ચોરી ના અનેક બનાવો બની ચુક્યા છે,

છાણીથી પદમલા તરફના હાઇવે પર સવારના સમયે ડીઝલ ચોરતી ટોળકીનો આતંક વધી ગયો હોવાની બાતમી છાણી પોલીસને મળી હતી, જેથી હેડ કોન્સ્ટેબલ મનુભાઇ પૂંજાભાઇએ વોચ ગોઠવી હતી. રવિવારે સવારે પદમલાથી વૃંદાવન હોટલ વચ્ચેના હાઇવેના સર્વિસ રોડ પર એક ટ્રક પાર્ક થઇ હતી, ત્યારે આઇ-20 કારમાં ચાર શખ્સ ટ્રક પાસે પહોંચ્યા હતા. ચારેય જણાએ ટ્રકના ડ્રાઇવર- ક્લીનરને કેબિનમાં જ રહેવાની ધમકી આપી ટ્રકની ડીઝલ ટેન્કમાંથી પાઇપ વડે કારબામાં ડીઝલ ભરવાનું શરૂ કર્યું હતું. જો કે તે સમયે જ હેડ કોન્સ્ટેબલ મનુભાઇએ સ્થળ પર પહોંચીને આ ટોળકીને પડકારતાં ટોળકીઅે પોલીસ કર્મી મનુભાઇ પર પથ્થરમારો કરી લાકડી છૂટી ફટકારી હતી. જો કે મનુભાઇ તુરત જ તેમની સામે દોડતાં ચારેય શખ્સ આઇ-20 કારમાં બેસીને સર્વિસ રોડ તરફ ભાગ્યા હતા.જો કે પોલીસ કર્મી મનુભાઇને ટોળકી પરત આવતી હોવાની જાણ થતાં તેમણે તુરત જ ટ્રક ચાલકને તેની ટ્રક આડી કરવા જણાવતાં ટ્રક ચાલકે ટ્રક આડી કરી રસ્તો બ્લોક કરતો હતો ત્યારે જ પુરઝડપે ટોળકીની કાર આવી અને ટ્રક સાથે અથડાઇ. જો કે અકસ્માત સર્જ્યા બાદ ટોળકી ભાગી છૂટી હતી.ચોરીના 245 લિટર ડીઝલના 7 કારબા કબ્જે
પોલીસે ટોળકીની કાર ચકાસતાં તેમાંથી સંખ્યાબંધ ટ્રકમાંથી ચોરી કરાયેલ 245 લિટર ડીઝલના 7 કારબા મળી આવ્યા હતા. પોલીસે ડીઝલ, કાર તથા ચોરી કરવાનાં સાધનો મળીને 422500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકી છેલ્લા કેટલાક સમયથી હાઇવે પર ટ્રક ચાલકોને ધમકી આપી ડીઝલની ચોરી કરતી હોવાનું તપાસમાં જણાયું હતું. પોલીસ પર હુમલો કરવામાં ટોળકી પાવરધી , પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ડીઝલની ચોરી કરતી આ ટોળકી પોલીસ પર હુમલો કરવામાં પાવરધી છે અને ભૂતકાળમાં પણ તેણે આ જ પ્રમાણે સાવલી પંથકમાં પોલીસ પર હુમલો કરેલો હતો. ટોળકીની કારને અકસ્માત સર્જાતાં કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા અને એરબેગ ખૂલી જતાં તમામનો બચાવ થયો હતો અને તે ભાગી છૂટ્યા હતા.

નૈતિક સમાચાર
(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button