શારદીય નવરાત્રિમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કર્યા પછી દેવીની મૂર્તિનું વિસર્જન કરી દેવામાં આવે છે, તેની સાથે જ નવરાત્રિ સમાપ્ત પણ થઈ જાય છે, દુર્ગા વિસર્જન કર્યા પછી દશેરાનું પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરો 8 ઓક્ટોબર 2019, મંગળવારે છે. આજે જાણો નવરાત્રિમાં નવમા દિવસે દેવીની મૂર્તિનું વિસર્જન અને તેના શુભ મુહૂર્ત કયા છે-
નવરાત્રિની પૂજાના સમાપાનના શુભ મુહૂર્ત–
7 ઓક્ટોબરે મહાનવમીનો છેલ્લો દિવસ છે સોમવારે શ્રી દુર્ગા માતાની અસ્થાઈ મૂર્તિનું વિસર્જન સવારે 11-36 વાગ્યાથી શરૂ થઈને 8 ઓક્ટોબરે રાત્રે 11-27 સુધી થઈ શકશે.
માતા દુર્ગા ભવાનીની મૂર્તિનું વિસર્જનનું પર્વ માતાની વિધિવત આરતી વંદના કર્યા પછી જ વિશેષ યજ્ઞ, હવન માતાના દિવ્ય બીજ મંત્રોથી કરવું. હવન, પૂજન, આરતી કર્યા પછી નાની-નાની કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવીને કંઈક ભેંટ આપવી. એમ કરવાથી દેવી તમારી બધી મનોકામના પૂરી કરે છે.
વિસર્જન કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો–
વિસર્જન નદી કે તળાવમાં કરવું અત્યંત શુભ માનવામાં આવે છે, માતાની મૂર્તિ, ઘટ કે જવારાને પૂરી આસ્થા અને પંચોપચારની સાથે વિસર્જિત કરો, સમસ્ત પૂજા સામગ્રી પણ પવિત્ર જળરાશિમાં જ પ્રવાહિત કરો.
વિસર્જન માટે માતાને લઈ જતી વખતે મૂર્તિનું એટલું જ ધ્યાન રાખો જેટલું લાવતી વખતે ધ્યાન રાખ્યું હોય. ધ્યાન રાખો કે માતાના દિવ્ય વિગ્રહના વિસર્જન પહેલાં કોઈ નુકસાન ન પહોંચે. વિસર્જન પહેલાં માતાની ભક્તિભાવથી આરતી ઊતારો.
દશેરાની ઉજવણીની સદીઓ પરંપરા છે–
અસત્ય પર સત્યની જીતનું પર્વ દશેરો 8 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ તહેવાર આસો મહિનાના શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. તેની સાથે જ આ દિવસે માતા દુર્ગાએ રાક્ષસ મહિષાસુરનો વધ કરી દેવતાઓને તેના પ્રકોપથી મુક્તિ અપાવી હતી. આ દિવસે શસ્ત્ર પૂજાનું પણ વિધાન છે. આ દિવસે નવા કામની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે.
દશેરાના શુભ મુહૂર્ત–
વિજય મુહૂર્ત- જો તમારે કોઈપણ કામ કરીને પોતાની જીત સુનિશ્ચિત કરવી હોય તો 8 ઓક્ટોબરે બપોરે 1-42 મિનિટથી લઈને બપોર 2-29 મિનિટ સુધી પૂજા કરી શકો છો.
અપરાહન પૂજાનો સમય- બપોરે 13:17 થી 15:36 સુધી
દશમી તિથિની શરૂઆત- બપોરે 12:39 ( 7 ઓક્ટોબર)
દશમી તિથિ સમાપ્ત- બપોરે 14:50 મિનિટ સુધી (8 ઓક્ટોબર)
પ્રાચીનકાળથી શસ્ત્ર પૂજા ચાલતી આવે છે–
દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાનું આજથી નહીં પણ પ્રાચીનકાળથી જ ચાલતું આવે છે. પ્રાચીનકાળથી રાજા પોતાના દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આ દિવસે શસ્ત્ર પૂજા કરતા હતા. સાથે જ આ દિવસે તેઓ પોતાના દુશ્મનો સામે લડવા માટે શાસ્ત્રોની પસંદગી પણ કરતા હતા. આ પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે.
દશેરાની પૂજા સામગ્રી–
મૂર્તિ, ગાયનું ગોબર, ચુનો, તિલક, મૌલી, ચોખા, ફળ, નવરાત્રિના સમયે ઉગાડવામાં આવેલાં જવ, કેળા, મૂળી, ગુવારફળી, ગોળ, ખીર-પૂરી અને વેપારના ખાતાવાહી વગેર
આ રીતે શસ્ત્ર પૂજન કરો–
શસ્ત્ર પૂજાના દિવસે ઘર પર રાખવામાં આવેલા બધા શસ્ત્રોને એકઠા કરી લેવામાં આવે છે. પછી તેની પર ગંગાજળ છાંટવામાં આવે છે. ત્યારબાદ બધા શસ્ત્રોને હળદર અને કંકુનું તિલક લગાવીને ફલ અર્પિત કરવામાં આવે છે. શસ્ત્ર પૂજામાં શમીના પાનનું ખૂબ જ મહત્વ હોય છે. શમીના પાનને શસ્ત્રો ઉપર ચઢાવીને તેની પૂજા કરવામાં આવે છે. શસ્ત્ર પૂજામાં નાના બાળકોને સામેલ નથી કરવામાં આવતા.
નૈતિક સમાચાર (NS NEWS)