ગુજરાતદેશ દુનિયામનોરંજન

જિયોના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલ હવે ફ્રી નહિ મળે ,હવે પ્રતિ મિનિટ 6 પૈસા ચૂકવવા પડશે

રિલાયન્સ જિયોના ગ્રાહકોને બીજી કંપનીના નેવટર્ક પર કોલ કરવા માટે હવે 6 પૈસા પ્રતિ મિનટ ચૂકવવા પડશે.

તેના માટે તેમને ઇન્ટરકનેક્ટ યૂઝેઝ ચાર્જ (આઇયૂસી) ટોપ અપ કરાવવું પડશે. જોકે જેટલાનું ટોપ અપ કરાવશો એટલી જ કિંમતનો ડેટા દઇને વળતર આપવામાં આવશે. આ નિયમ 10 ઓક્ટોબરથી લાગૂ થશે. કંપનીએ બુધવારે આ માહિતી જાહેર કરી હતી.

ટેલિકોમ કંપનીઓને એકબીજાને આઇયૂસી ચાર્જ આપવો પડે છે. અલગ અલગ નેટવર્ક પર કોલ કરવા માટે આ ચાર્જ લાગે છે. જેમ કે જિયો ગ્રાહક એરટેલ નેટવર્ક પર કોલ કરે તો જિયોને એરટેલ કંપનીને આઇયૂસી ચાર્જ આપવો પડે છે. તેનો દર ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નક્કી કરે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જિયોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં તે આઇયૂસી ચાર્જ પેટે 13500 કરોડ રૂપિયા બીજા ઓપરેટરને ચૂકવી ચૂકી છે. અત્યાર સુધી તેનો ભાર ગ્રાહકો પર નખાયો નથી. પરંતુ 31 ડિસેમ્બર બાદ પણ આ ચાર્જ ચાલુ રહેવાની આશંકા જોતા મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે. જિયોના નેટવર્ક પર દરરોજ 25-30 કરોડ મિસ કોલ આવે છે.
1 જાન્યુઆરી 2020થી આઇયૂસી ચાર્જ ખતમ કરવાનો પ્રસ્તાવ હતો
જિયોએ જણાવ્યું કે દરેક ઇન્ટરનેટ કોલ, ઇનકમિંગ કોલ અને જિયોથી જિયો અને લેન્ડલાઇન પર કોલિંગ પહેલાની જેમ જ ફ્રી રહેશે. ટ્રાઇએ 1 ઓક્ટોબર 2017ના આઇયૂસી ચાર્જ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યો હતો. 1 જાન્યુઆરી 2020થી તેને પૂરી રીતે ખતમ કરવાનો પ્રસ્તાવ હતો પરંતુ ટ્રાઇ તેના ફરીથી કન્સલ્ટેશન પેપર લાવી છે. તેથી આ ચાર્જ આગળ પણ ચાલુ રહી શકે છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button