મઉમાં સિલિન્ડર બ્લાસ્ટમાં ૧૩ લોકોના મોત નિપજ્યા ! ઘાયલ થયેલા ૧૫ પૈકી અનેકની હાલત હજુ ગંભીર
મઉમાં સિલિન્ડર બ્લાસ્ટમાં ૧૩ લોકોના મોત નિપજ્યા ! ઘાયલ થયેલા ૧૫ પૈકી અનેકની હાલત હજુ ગંભીર
ઉત્તરપ્રદેશના મઉમાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ૧૩ લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી ૧૫ની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બે માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. ઇમારતના કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો ફસાઇ ગયા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર સુધી આનો અવાજ સંભળાયો હતો. મૃત્યુ પામેલાઓમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે જેમની વય ૧૦ વર્ષની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલા લોકો પૈકી એક ૧૦ વર્ષીય બાળખની ઓળખ શિવમ તરીકે થઇ છે જે બનાવ બન્યો ત્યારે દૂધ આપવા માટે જઇ રહ્યો હતો. હાલના સમયની સૌથી મોટી ઘટના તરીકે આને જાવામાં આવે છે. સમગ્ર મામલામાં તપાસ હાથ ધરાઈ છે.
એક ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થવાથી આ બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા તરત જ ફાયર ટુકડી અને પોલીસ ટુકડી પહોંચી ગઇ હતી. તરત જ બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બનાવ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. યોગીએ સમગ્ર ઘટના અંગે દુખ વ્યક્ત કરીને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે તરત જ યોગ્ય હોસ્પિટલમાં ખસેડીને સારી સારવાર આપવા માટે સંબંધિત વિભાગોને આદેશ કર્યો છે. પ્રચંડ વિસ્ફોટના કારણે અવાજ સાંભળીને તમામ લોકો દોડી આવ્યા હતા. લોકોમાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. મળેલી માહિતી મુજબ મઉના મોહમ્મદાબાદ કોતવાલી ક્ષેત્રના વલીદપુર વિસ્તારમાં એક ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફડાતફડી મચી ગઇ હતી. બ્લાસ્ટના કારણે બે માળની ઇમારત ધરાશાયી થઇ ગઇ હતી. આ તમામ ઘટના એટલી ઝડપથી બની હતી કે લોકોને કોઇ બચવાની તક જ મળી ન હતી. પોલીસ ટુકડી પણ બચાવ અને રાહત કામગીરીમાં તરત જ જાડાઇ હતી. આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ભાગી ગયા હતા. બહારના નજારાને જાઇને પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી.ઘાયલ થયેલા લોકોને કાટમાળ હેઠળથી કાઢીને તરત જહોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનાના મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બનાવના કારણે મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી કરી શકાઇ નથી. મઉમાં બનેલી આ ઘટનાના કારણે ભારે ફફડાટ તમામ આસપાસના લોકોમાં ફેલાઇ ગયો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)