ગુજરાતગેજેટ એન્ડ ઓટોદેશ દુનિયાવ્યાપાર

એરઇન્ડિયાએ મહિને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવ્યા જ નથી પુરવઠાને કાપી નાંખવાની અંતે ધમકી મળી

એરઇન્ડિયાએ મહિને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવ્યા જ નથી પુરવઠાને કાપી નાંખવાની અંતે ધમકી મળી.

સરકારી ઓઇલ કંપનીઓએ આજે કહ્યું હતું કે, એરઇન્ડિયા દ્વારા તેની કટિબદ્ધતાને પાળવામાં આવી રહી નથી. એર ઇન્ડિયા દ્વારા તેના ઉપર થઇ ગયેલા દેવાને ચુકવવા માટે ગંભીરતાપૂર્વક પ્રયાસો હાથ ધર્યા નથી. એર ઇન્ડિયા દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા મહિને ચુકવવાની કોઇપણ ગંભીરતા દાખવી નથી. માસિક પેમેન્ટ ઉપરાંત એરલાઈન્સ સામે કેસ એન્ડ કેરીની સમસ્યા પણ પ્રવર્તી રહી છે. સરકાર દ્વારા ગયા વર્ષે હિસ્સેદારી વેચાણની પ્રક્રિયામાં નિષ્ફળતા હાથ લાગી હતી. ત્યારબાદથી ખાનગીકરણની પ્રક્રિયામાં સુધારા કરવામાં આવી રહ્યા છે. અગાઉ મળેલા બોધપાઠના આધાર પર આ સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. ઓઇલ કંપનીઓનું કહેવું છે કે, ઓવરડ્યુ થયેલા એટીએફના ૫૦૦૦ કરોડ રૂપિયાના દેવાના નિકાલ માટે દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા આપવાની એર ઇન્ડિયાએ વાત કરી હતી.
જા આની દિશામાં કોઇ પહેલ થશે નહીં તો શુક્રવારથી તમામ મોટા એરપોર્ટ પર પૂરવઠો કાપી નાંખવામાં આવશે. આનો મતલબ એ થયો કે, એર ઇન્ડિયા સામે હવે અસ્તિત્વને ટકાવી રાખવાની બાબત ખુબ જ પડકારરુપ રહી શકે છે. કારણ કે, એર ઇન્ડિયા પાસે રોકડ કટોકટીની સમસ્યા પહેલાથી જ સર્જાયેલી છે. આઈઓસી અને અન્ય બે મોટી ઓલિ માર્કેટિંગ કંપનીઓએ એર ઇન્ડિયાને નોટિસ ફટકારી દીધી છે અને કહ્યું છે કે, જા પેમેન્ટની ચુકવણી કરવામાં નહીં આવે તો જે ફ્યુઅલના પુરવઠાને બંધ કરી દેવામાં આવશે. અનપેઇડ ફ્યુઅલ બિલના પરિણઆમ સ્વરુપે એર ઇÂન્ડયા પર આઈઓસીનું ૨૭૦૦ કરોડનું દેવું છે જેમાં ૪૫૦ કરોડ રૂપિયા વ્યાજની રકમના છે. ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પાંચ હજાર કરોડ રૂપિયાની માંગ કરી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડિરેક્ટર (ફાઈનાન્સ) સંદીપકુમારનું કહેવું છે કે, એરઇન્ડિયા દ્વારા જૂન મહિનામાં સારી સ્થિતિ મેળવી હતી અને સપ્ટેમ્બર મહિનામાં પણ અગાઉના એટીએફ દેવાને ક્લીયર કરવા મહિને ૧૦૦ કરોડ રૂપિયા ચુકવવાની તૈયારી બતાવી છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button