NIOS અને પ્રથમ ઓપન સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા નાપાસ થયેલ વિધાર્થીઓ ને નિઃશુલ્ક કોચિંગ કલાસ કરવામાં આવે છે
NIOS અને પ્રથમ ઓપન સ્કૂલ ઓફ એજ્યુકેશન દ્વારા નાપાસ થયેલ વિધાર્થીઓ ને નિઃશુલ્ક કોચિંગ કલાસ કરવામાં આવે છે
પ્રથમ ઓપન સ્કૂલ ઓફ એજ્યુકેશન કાર્યક્રમ દ્વારા ધોરણ દસ નાપાસ થયેલા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પૂર્ણ કરવાની તક તેમજ NIOS નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ના માધ્યમ દ્વારા પરીક્ષા ઘરઆંગણે નિશુલ્ક કોચિંગ ક્લાસ ચલાવનાર શ્રી ચંદુભાઈ ભાલિયા તેમજ તેમનો સ્ટાફ દ્વારા નાપાસ થયેલા વિદ્યાર્થિનીઓને એક નવું જીવન આપવાનું કાર્ય કરે છે આ કાર્યક્રમમાં આમંત્રિત મુખ્ય મહેમાનો રાય યુનિવર્સિટીના શ્રી ત્રિવેદી સાહેબ .અમદાવાદથી આવેલ નર્સિંગ ક્લાસ ચલાવતા સોહનભાઇ .આંબારેલી શાળાના શિક્ષક રણજીતસિંહ સાહેબ .નરેશભાઇ સાહેબ તેમજ ત્રાસદ ગામના ડેપ્યુટી સરપંચ ચીમનભાઇ ચાવડા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ તેમજ માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતું ત્રિવેદી સાહેબ દ્વારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ડિપ્લોમાં ટેક્નિકલ તેમજ એન્જિનિયરની માહિતી પુરી પાડેલ હતી સોહનભાઇ દ્વારા વિદ્યાર્થિનીઓને નર્સિંગમા ભરતી થવાની માહિતી આપી હતી અને હાલ કોઈ આર્થિક રીતે વિદ્યાર્થીને તાત્કાલિક જોબ આપવાની બાહેધરી લીધેલ હતી .રણજીત સિંહ સાહેબ દ્વારા ચંદુભાઈ ભાલિયા સાહેબને હર હંમેશ તન મન અને ધનથી સાથ સહકાર આપે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ દ્વારા મા વગરની બાળાની જિંદગી કે કેવી તેવું નાટક ભજવવામાં આવેલ અને ધરતી જાદવે દીકરી સાપનો ભાર છે તે વાક્યને ખોટું સાબિત થાય તે વિશે હૃદય કંપી ઉઠે અને બધા ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીંજવી દીધેલ હતી ને દિલના ધબકારા ને થંભાવી દે તેવા શબ્દો પોતાના અંત કરણથી નિકાળી દીકરી એક તુલસીનો ક્યારો છે તેમ જણાવ્યું હતું કાર્યક્રમના અંતમાં નૈતિક સમાચારના રિપોર્ટર અમૃત પરમાર દ્વારા વિદ્યાર્થીનીઓને જીવનમાં દુઃખ સામે સામનો કરવાની ઉર્જા પાડતું ઉદાહરણ પુરું પાડ્યું હતું અને કોઈ અત્યાચાર અન્યાય થતો હોય તો તેમનો અવાજ નૈતિક સમાચાર દ્વારા પડકારવાની બાંહેધરી આપી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)