ગુજરાતદેશ દુનિયા

પીક-અપ વાન AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતાં ત્રણના મોત, ગમખ્વાર અકસ્માતમાં સાતથી વધુને ઇજા

પીક-અપ વાન AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતાં ત્રણના મોત, ગમખ્વાર અકસ્માતમાં સાતથી વધુને ઇજા

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક બોલેરો પીક-અપ વાન ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે હંકારી એએમટીએસ બસ સ્ટોપમાં ઘૂસાડી દઇ ગમખ્વાર અકસ્માત સર્જતાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજયા હતા, જયારે સાતથી વધુ લોકોને ઇજા થઇ હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.અકસ્માત સર્જનાર બોલેરો પીક-અપ વાનનો ચાલક નશામાં ધૂત હોવાની ચર્ચાએ પણ ભારે જાર પકડયુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બોલેરો પીક-અપ વાનના ચાલકે પોતાનું વાહન ગંભીર બેદરકારીપૂર્વક અને પૂરપાટ ઝડપે નરોડા વિસ્તારના એએમટીએસ બસ સ્ટેન્ડ પર ચઢાવી દીધી હતી, જેના કારણે બહુ ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસ સ્ટેન્ડ પર ઉભેલા મુસાફરો અને અન્ય લોકો પીક-અપ વાનની અડફેટે કચડાઇ ગયા હતા, જેમાં ત્રણ લોકોના કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય સાત જણાં ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસે ડ્રાઇવર દારૂના નશામાં હતો કે કેમ તે સહિતના મુદ્દે હવે તપાસ હાથ ધરી છે. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ તો, ત્રણ લોકોના કરૂણ મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

 

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button