ગુજરાત

મહા વાવાઝોડુ સક્રિય : સૌરાષ્ટ્રના દરિયાકાઠે જારદાર અસરો દેખદ્ભિ , ભારે વરસાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ

મહા વાવાઝોડુ સક્રિય : સૌરાષ્ટ્રના દરિયાકાઠે જારદાર અસરો દેખદ્ભિ , ભારે વરસાદથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ

અરબી સમુદ્રમાં મહા વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસરના ભાગરૂપે રાજયભરમાં જાણે માવઠા અને કમોસમી વરસાદની ગંભીર સ્થિતિ સર્જાઇ છે. આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પંથકોમાં એકથી ચાર ઇંચ સુધીનો ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પંથકોમાં તો જાણે ચોમાસાના વરસાદ જેવી જળબંબાકારની સ્થિતિ જાવા મળી રહી છે. આજે રાજયના ૯૦થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં દસથી વધુ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજયમાં સૌથી વધુ વરસાદ આજે નવસારીના ખેરગામમાં ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો, જેના કારણે આ પંથકમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. દીવ પંથકમાં તો વળી છ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા હતા. તો, સુરેન્દ્રનગરના લીંબડી અને વલસાડના ધરમપુરમાં અઢી ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. આ જ પ્રકારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં નોંધાયા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડયો હતો. જેના કારણે પંથકોના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક પંથકોમાં તો આજે ભારે ગાજવીજ, તોફાની પવન અને વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતાં મોટાભાગના પંથકોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. તો, રસ્તાઓ પર જાણે વરસાદી પાણીની નદીઓ વહેતી જાવા મળી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહેલા કયાર અને હવે મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી સતત કમોસમી વરસાદ ચાલુ રહેવાના કારણે ખેડૂતોને ઉભા પાકની નુકસાનીનો કારમો માર અને આઘાત સહન કરવાનો વારો આવ્યો છે તો, આજે ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, ઉંઝા, વિસનગર, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ધાનેરા, ડીસા, પાલનપુર, અરવલ્લી, મોડાસા, ઇસરોલ, મરડિયા સહિતના પંથકોમાં પણ આજે ધોધમાર વરસાદ પડયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. તો, ખેડૂતોના ઉભા પાકને બહુ મોટુ નુકસાન થયુ હતું. મહા વાવાઝોડાની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં વાવઝોડું ૯ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે વહેલી સવારથી જ ભરૂચ, અંકલેશ્વર અને નવસારી, દીવ, રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, ભાવનગર, અમરેલી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને ગીર-સોમનાથ સહિતના અનેક પંથકોમાં ભારે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે આ પંથકોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આ જ પ્રકારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ આજે કમોસમી વરસાદની અસર જાવા મળી હતી. અમદાવાદ શહેરમાં હળવા ઝાપટાં વચ્ચે જિલ્લા અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વિરમગામ, માંડલ, બાવળા, બગોદરા, ધોળકા, ધંધુકા સહિતના અનેક પંથકોમાં ધોધમાર
વરસાદ નોંધાયો હતો. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના પંથકોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગો, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. વાવાઝોડુ મહાની અસર દેખાઈ રહી છે. સંકટ હળવું થયું હોવા છતાં સમસ્યાઓ અકબંધ રહી છે. આની અસર હજુ પણ જાવા મળી શકે છે. સોમાલિયા દરિયાકાંઠા તરફ તે આગળ વધી શકે છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ વચ્ચે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button