રાંધણ ગેસની કિંમતમાં ફરી વધારો ૭૭ રૂપિયાની વૃદ્ધિ, સતત ત્રીજા મહિનામાં જંગી વધારો કરી દેવાયો
રાંધણ ગેસની કિંમતમાં ફરી વધારો ૭૭ રૂપિયાની વૃદ્ધિ, સતત ત્રીજા મહિનામાં જંગી વધારો કરી દેવાયો
તીવ્ર મોંઘવારીના દોરમાં એકબાજુ પેટ્રોલ અને ડીઝલનની કિંમતમાં તેલ કંપનીઓ સતત ઘટાડો કરીને લોકોને રાહત આપી રહી છે. બીજી બાજુ તેલ કંપનીઓ રાંધણ ગેસની કિંમતોમાં સતત વધારો કરી રહી છે. જેથી ગરીબ અને સામાન્ય લોકોની હાલત કફોડી બનેલી છે. સતત ત્રીજા મહિનામાં રાંધણ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસની કિંમતમાં સતત વધારો થવાના કારણે આગામી દિવસોમાં લોકો પર વધારે બોજ પડનાર છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કહેવા મુજબ ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં આજે વધારો અમલી બની ગયો હતો. પહેલી નવેમ્બરથી અથવા તો આજથી સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં ૭૬.૫ રૂપિયાનો ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કરી દેવામાં આવ્યા બાદ સિલિન્ડરની કિંમત ૬૮૧.૫૦ રૂપિયા થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનામાં સિલિન્ડરની કિંમત ૬૦૫ રૂપિયા હતી. પહેલી નવેમ્બરથી તમામ શહેરોમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. બીજી બાજુ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત્માં ૧૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો લાગુ કરવામાં આવ્યા બાદ આ સિલિન્ડરની કિંમત રૂપિયા ૧૨૦૪ રૂપિયા થઇ ગઇ છે. આ પહેલા ઓક્ટોબરમાં આ સિલિન્ડરની કિંમત ૧૦૮૫ રૂપિયા હતી. આ ઉપરાંત પાંચ કિલોગ્રામના નાના ગેસ સિલિન્ડરની કિંમત હવે ૨૬૪.૫૦ રૂપિયા થઇ ગઇ છે. ત્રણેય પ્રકારના ગેસ સિલિન્ડોની વધારી દેવામાં આવેલી કિંમતો પહેલી નવેમ્બરના દિવસથી અમલી કરી દેવામાં આવી છે. પહેલી નવેમ્બરથી એટલે કે આજથી નવી કિંમત અમલી કરી દેવામાં આવી છે. પહેલી નવેમ્બરથી કોલકત્તામાં ગેસ સિલિન્ડરની કિંમત ૭૦૬ રૂપિયા થઇ ગઇ છે. જ્યારે મુંબઇમાં આ ગેસ સિલિન્ડરની કિંમત ૬૫૧ રૂપિયા થઇ ગઇ છે. ચેન્નાઇમાં ગેસ સિલિન્ડરની કિંમત ૬૯૫ રૂપિયા થઇ ગઇ છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની વાત કરવામાં આવે તો કોલકત્તામાં તેની કિંમત ૧૨૫૮ રૂપિયા, મુંબઇમાં ૧૧૫૧.૫૦ રૂપિયા, ચેન્નાઇમાં ૧૩૧૯ રૂપિયા થઇ ગઇ છે. સતત ત્રીજા મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એકબાજુ પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવાના પ્રયાસ કરી રહી છે. જ્યારે બીજી બાજુ રાંધણ ગેસની કિંમતમાં અવિરત વધારો થઇ રહ્યો છે. આ વધારો હાલમાં જારી રહી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર તેલ કિંમતમાં ભારે ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે.
નૈતિક સમાચાર (NS NEWS)