વડોદરા ના ફાજલપુર મહીસાગર નદી કિનારે છઠ મહાપર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી,
વડોદરા ના ફાજલપુર મહીસાગર નદી કિનારે છઠ મહાપર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી,
વડોદરા શહેરની સાથે સાથે રાજ્યભરમાં પણ આજે છઠ મહાપર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહીસાગર નદીના કિનારે પૂજા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો ઉમટી પડ્યા હતા.
બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં દિવાળી બાદ છઠ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. આ વખતે પહેલાથી જ જોરદાર તૈયારી કરવામાં આવી હતી. ફાજલપુર મહીસાગર નદી કિનારે જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. મહીસાગર નદીના કિનારે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના મૂળ નિવાસી લોકોના લોકઆસ્થાના મહાપર્વ છઠને લઇને છઠ ના દિવસે બપોર ના સમય છઠ પર્વ ની ઉજવણી શરૂ થઇ હતી.
છઠ મહાપર્વને ધ્યાનમાં લઇને છઠ મહાપર્વ ની ઉજવણી માટે હિન્દી વિકાસ ટ્રસ્ટ વડોદરા દ્વારા મહીસાગર નદી પર તમામ લોકોની સુવિધાના પગલા લેવામાં આવ્યા હતા.તમામ ઉપસ્થિત રહેલા લોકો માટે ભોજન ની વ્યવસ્થા ફાજલપુર સ્થિત મહીસાગર મંદિર ખાતે રાખવામાં આવેલ, વડોદરા શહેર પોલીસ અને સ્થાનિક નંદેસરી પોલીસ સ્ટેશન તરફ થી પણ ચુસ્ત પોલીસ બંધોબસ્ત રાખવામાં આવેલ, આ છઠ પૂજા માં વડોદરા ના મેયર જીગીષાબેન શેઠ, ધારાસભ્ય સીમાબેન મોહિલે, વિપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર પણ ઉપસ્થિત રહ્યા હતા,
તમામ પ્રકારની તૈયારીઓ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી. છઠ મહાપર્વના અવસર પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ચાર દિવસીય મહાપર્વની ઉજવણીના બીજા દિવસે વ્રત કરનાર લોકો વ્રતની ઉજવણી કરે છે. સાંજે સૂર્યાસ્ત બાદ સ્નાન કરીને સિવડાવ્યા વિના વસ્ત્રો ધારણ કરે છે. સાથે સાથે ઘરમાં બનાવવામાં ઓલા પૂજા સ્થળને ગંગાજળથી પવિત્ર કરવામાં આવે છે. એજ દિવસે પ્રસાદ બનાવવામાં આવે છે. ત્યારબાદ ૩૬ કલાકના વ્રતની શરૂઆત થાય છે. આજે સાંજે ઉપવાસ કરનાર લોકોએ સૂર્યદેવને અધેર આપે છે. એજ દિવસે એટલે કે આજે સૂર્યને અર્ધ આપ્યા બાદ તેને પોતાના ઘરે લઇ જાય છે અને ઘરને પવિત્ર કરે છે. બાળકો અને ઘર ની શાંતિ માટે પ્રાર્થના કરે છે, લોકઆસ્થાના મહાપર્વ છઠના બીજા દિવસે ઉજવણીનો દોર જારી રહ્યો હતો. બિહાર, ઝારખંડ, પૂર્વીય ઉત્તરપ્રદેશ સહિત પ્રવાસી ઉત્તર ભારતીય સમાજના મૂળ નિવાસી અમદાવાદની સાથે સાથે વડોદરા, ગાંધીનગર, કલોલ, કડી, મહેસાણા, સુરત અને રાજ્યના અન્ય હિસ્સાઓમાં શ્રદ્ધા-ભક્તિભાવ સાથે સૂર્ય ઉપાસનાના પર્વ છઠની ઉજવણી કરે છે.છઠ પૂજા માટે વિશેષ કુંડ બનાવવામાં આવ્યા હતા.
રિપોર્ટર
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)