ગુજરાત

રેલવે ઓવર બ્રિજ ના બંધ કામ અને ગરનાળા માં પાણી ના લીધે અનેક રાહદારીઓ હેરાન પરેશાન,

રેલવે ઓવર બ્રિજ ના બંધ કામ અને ગરનાળા માં પાણી ના લીધે અનેક રાહદારીઓ હેરાન પરેશાન,

બાજવા ગામ થી છાની ને જોડતા રોડ પર રેલવે ઓવર બ્રિજ નું કામ છેલ્લા ઘણા વર્ષો થી ચાલતું છે અને અત્યારે આ કામ ખોરંભે પડ્યું છે ,

બ્રીજ બનતો હોવાથી બાજવા અને કરચિયા ગામ ના રહીશો ને કારચિયા ફાટક અવરજવર માટે જવું પડતું હોય છે,
કરચીયા ફાટક પાસે નાના વાહનો ની અવરજવર માટે એક વર્ષો જૂનું ગરનાળું આવેલ છે, ત્યાંથી નાના વાહનો નીકળે શકે છે, અને પગપાળા જતા ગ્રામજનો અને રાહદારીઓ આ ગરનાળા માંથી નીકળે છે, પરંતુ એક તરફ બાજવા ફાટક બ્રિજ ના કામ ના લીધે બંધ છે અને અત્યારે વરસાદ સીઝન પત્યા પછી પણ કરચિયાંનું ગરનાળું પાણી થી ભરેલું હોવાથી અનેક રાહદારીઓ ને ગંભીર મુસીબત નો સામનો કરવો પડે છે,

બીજી બાજુ રણોલી રેલવે ઓવરબ્રિજ નું કામ પણ કેટલાય વર્ષો થી ચાલતું હોય અને અત્યારે કામ બંધ હોવાથી આ બ્રિજ ઉપર કોમર્શિયલ ભારદાર વાહનો ની અવાર જવર ઉપર પ્રતિબંધ હોવાથી કેટલાય ભારદાર વાહનો અવરજવર માટે કરચીયા ફાટક નો ઉપયોગ કરતા હોય છે, જેના લીધે અનેક વખત ટ્રાફિક જામ ની સમસ્યા પણ ઉભી થાય છે , કરચીયા ફાટક ઉપર થી ભારદાર વાહનો ની અવરજવર ના લીધે અકસ્માત નો પણ ભય રહેલ છે,

ત્યારે તેવા સમય માં ચોમાસું ની વિદાય થઈ ગઈ હોવા છતાં કરચીયા ગરનાળુ પાણી થી ભરાય ગયું હોય તો ત્યાં થી અવર જવર કરવી મુશ્કેલ થઈ જતા રહીશો પરેશાન છે હવે જ્યારે ડેન્ગ્યુ જેવા ભયાનક રોગ શહેર માં વકર્યો છે ત્યારે કોઈ અધિકારી કે કરચિયા ગામ નું તંત્ર ઘોર નિંદ્રા માં જાણે હોય તેમ લાગી આવે છે અને રહીશો નો મુશ્કેલી માં રહેવું પડે છે.

વધુ માં રણોલી રેલવે ઓવર બ્રિજ અને બાજવા રેલવે ઓવર બ્રિજ ના બંધ પડેલ કામ ના લીધે અનેક રાહદારીઓ અને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયેલ છે! અને કોન્ટ્રાકટર અને તંત્ર ગોર નિદ્રા માં હોય તેવું દેખાઈ આવે છે,

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button