મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ખેલ દેવેન્દ્ર ફડણવીસ એ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા.
મહારાષ્ટ્રના રાજકારણ માં એક સૌથી મોટો ઉલેટફેર જોવા મળ્યો છે. શનિવાર સવારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશ્યારીએ બીજેપી ના દેવેન્દ્ર ફડણવીસ ને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરાવ્યા છે. આ ઉપરાંત, એનસીપી ના અજિત પવારએ નાયબ-મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો માટે 21 ઑક્ટોબરે ચૂંટણી યોજાઈ હતી અને 24 ઑક્ટોબરે પરિણામ જાહેર આવ્યા હતા. કોઈ પણ પાર્ટી કે ગઠબંધનની સરકાર રચવાનો દાવો રજૂ ન કરતાં 12 નવેમ્બરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર મોટા રાજકીય ઉથલપાથલની સાક્ષી બન્યું છે. તમામ અટકળોની વચ્ચે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી એનસીપી સાથે મળી સરકાર રચવામાં સફળ રહી છે. જોકે, હજુ સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે એનસીપીનું સમર્થન બીજેપીને છે કે નહીં. બીજી તરફ સૂત્રોનું કહેવું છે કે એનસીપીના માત્ર 25થી 30 ધારાસભ્યોને લઈ અજિત પવાર સરકાર બનાવવા આવ્યા છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનને હટાવી દેવાનું નોટિફિકેશન જાહેર કરી દીધું હતું.
શનિવાર સવાર સુધી મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, શિવસેના અને એનસીપીની સાથે મળી સરકાર રચવાની વાત કહેવામાં આવી રહી હતી. ત્રણેય પાર્ટી ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે સહમત પણ થઈ ગયા હતા અને ચર્ચા હતી કે આજે ઔપચારિક રીતે તેઓ રાજ્યપાલને મળીને દાવો રજૂ કરશે, પરંતુ આ દરમિયાન મોટો ઉલલટફેર થઈ ગયો.
નૈતિક સમાચાર (NS NEWS)