ઉડતા વડોદરા, વડોદરામાં યુવા પેઢી ડ્રગ્સના ભરડામાં, પોલીસે દરોડા પાડી 56 યુવક-યુવતીને ઝડપ્યા
ઉડતા વડોદરા, વડોદરામાં યુવા પેઢી ડ્રગ્સના ભરડામાં, પોલીસે દરોડા પાડી 56 યુવક-યુવતીને ઝડપ્યા
વડોદરા માં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન વડોદરામાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થો ડ્રગ્સની લત વડોદરાના યુવાનોને ભરખી રહી છે. ડ્રગ્સના ઓવરડોઝને કારણે થતા મોતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. વડોદરા માં મોટાભાગની ઇન્સ્ટિટયૂટ્સના વિદ્યાર્થીઓમાં કેટલાક યુવક-યુવતીઓના ગ્રૂપ ચરસ-અફીણ અને ગાંજા જેવા અત્યંત ગંભીર ગણાતા ડ્રગ્સની પાછળ ઘેલાં બન્યા છે. ત્યારે શહેરમાં એમડી ડ્રગ્સ, ચરસ, ગાંજો વેચાણ વધ્યું છે. પોશ વિસ્તારના નબીરાઓ તેમના વિસ્તારમાં માદક પદાર્થ ના મળે તો વિશ્વામીન્ત્રી બ્રીજ પાસે, હનુંમાન ટેકરી ડભોઇ રોડ પાસે તેમજ પાણીગેટ દરવાજા વિસ્તારમાંથી મેળવી સુરક્ષિત સ્થળ પર જઇ નશો કરતા હોય છે. તેથી કહી શકાય કે દારૃબંધીની આડ અસર ઊડતા ગુજરાત જેવી થવા લાગી છે.દારૃબંધીના કાયદાનો કડક અમલ થતાની સાથે નશીલા પદાર્થનું વેચાણમાં વધારો થઈ ગયો છે.
વડોદરામાં યુવા પેઢીમાં ડ્રગ્સનુ સેવન ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે વડોદરા પોલીસ ડ્રગ્સના દૂષણને નાથવા માટે એકશનમાં આવી છે. વડોદરા પોલીસે ગત રાત્રે અલગ અલગ 10 ટીમો બનાવી 10 સ્થળોએ એક જ સમયે રેડ પાડી હતી. પોલીસે રેડ દરમિયાન ડ્રગ્સનું સેવન કરનારા 56 યુવક, યુવતી અને સગીરને ઝડપી પાડયા છે જેમાંથી 46 જેટલા લોકોને બ્લડ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ મોકલાયા હતા.
વડોદરા ક્રાંઈમ બ્રાન્ચ, પીસીબી પોલીસ, મહિલા પોલીસ, એસઓજી પોલીસ, ડોગ સ્કવોર્ડની ટીમે વિશ્વામિત્રી બ્રીજ નીચે સુભાષનગર ઝૂપડપટ્ટી, સોમા તળાવ હનુમાન ટેકરી, મનીષા ચોકડી હોન્ડાના શો રૂમની બાજુમાં, સુભાનપુરા સંતોષીનગર, સૌરાષ્ટ્ર પાન વાસણા રોડની આજુ બાજુમાં , બીસ્ટ એન્ડ બાઈટ કેફે , તેજસ સ્કુલની સામે ઈલોરાપાર્ક પાસે, પાણીગેટ દરવાજા પાસે, કલ્યાણ કાફે ફતેગંજ, અકોટા ડી માર્ટની બાજુમાં સહિત એચ સી જી હોસ્પિટલ સનફાર્મા રોડ પાસેની જગ્યાઓ પર પોલીસે રેડ પાડી હતી.
પોલીસે ગુરુવારે રાતથી સવાર સુધી કામગીરી કરી છે પોલીસે રેડ પાડી યુવક યુવતીઓના માતા પિતાને બોલાવ્યા અને ડ્રગ્સનું સેવન કરનારા લોકોનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું. યુવક યુવતીઓને સમજાવી પોલીસે છોડી મુકયા અને ડ્રગ્સનું વેચાણ કરનારા લોકોની માહિતી મેળવી હતી. વડોદરા ક્રાંઈમ બ્રાન્ચે ડ્રગ્સનું વેચાણ કરનારા કુખ્યાત મઢી, બકુલા સહિત છ લોકોની અટકાયત કરી છે અને તમામની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.
નૈતિક સમાચાર (NS NEWS)