બંગાળ પેટાચૂંટણી માં ત્રણેય સીટ પર ટીએમસીની જીત , પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીનો ભવ્ય દેખાવ, દિલીપ ઘોષના ગઢમાં પણ ભાજપની હાર થઇ.
બંગાળ પેટાચૂંટણી માં ત્રણેય સીટ પર ટીએમસીની જીત , પેટાચૂંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીનો ભવ્ય દેખાવ, દિલીપ ઘોષના ગઢમાં પણ ભાજપની હાર થઇ.
પશ્ચિમ બંગાળમાં ત્રણ વિધાનસભા સીટો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં મજબૂત પકડ જાળવી રાખી છે. ટીએમસીએ પેટાચૂંટણીમાં શાનદાર દેખાવ કરીને ત્રણેય સીટો ઉપર કબજા જમાવ્યો છે. ટીએમસીએ ભાજપ અને કોંગ્રેસ પાસેથી એક એક સીટ આંચકી લીધી છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર દેખાવ બાદ ૨૦૨૧ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલી ભારતીય જનતા પાર્ટીએ પરિણામોને લઇને અનેક મુશ્કેલીઓ ઉભી કરી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના ગઢમાં પણ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં દિલીપ ઘોષે મેદીનીપુર લોકસભા સીટથી જીત મેળવી લીધા બાદ ખડગપુર, સદરસીટ ખાલી કરી દીધી હતી. પેટાચૂંટણીમાં અહીંથી તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર પ્રદિપ સરકારે ૨૦૮૧૧ મતથી જીત મેળવી હતી. ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીમાં અહીં ટીએમસી ત્રીજા નંબરે રહી હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના દિલીપ ઘોષે કોંગ્રેસના જ્ઞાનસિંહને ૬૦૦૦ મતે હાર આપી હતી. પેટાચૂંટણીમાં પ્રદિપ સરકારે ભાજપના પ્રેમચંદ ઝાને હાર આપી હતી. કોંગ્રેસના ચિતરંજન મંડળ ત્રીજા સ્થાને રહ્યા હતા. આની સાથે જ કાલિયાગંજ વિધાનસભા સીટ પર યોજાયેલી પેટાચૂંટણીમાં ટીએમસીની જીત થઇ હતી. ટીએમસીના ઉમેદવાર તપનદેવસિંહે ભાજપના કમળચંદ્ર સરકારને ૨૦૦૦થી વધુ મતે હાર આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર રોય ત્રીજા સ્થાને રહ્યા હતા. કરીમપુર વિધાનસભા સીટ ઉપર પણ ટીએમસીના ઉમેદવારની જીત થઇ છે. ટીએમસીના બિન્લેન્દુ રોયે ભાજપના જયપ્રકાશને હાર આપી હતી. ૨૦૨૧ વિધાનસભા ચૂંટણી પહેલા પેટાચૂંટણીમાં ટીએમસીને મોટી રાહત થઇ છે. બે વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે.
નૈતિક સમાચાર (NS NEWS)