વડોદરા જિલ્લા માં અનેક GIDC માંથી કેટલીય કંપનીઓ દ્વારા ગેરકાયદેસર વેસ્ટ કેમિકલ ખુલ્લે આમ ટેન્કરો મારફતે ઠાલવી દેવામાં આવે છે?
વડોદરા જિલ્લા માં અનેક GIDC માંથી કેટલીય કંપનીઓ દ્વારા ગેરકાયદેસર વેસ્ટ કેમિકલ ખુલ્લે આમ ટેન્કરો મારફતે ઠાલવી દેવામાં આવે છે?
વડોદરાના ઔદ્યોગિક વિસ્તાર ને National Green Tribunal દ્વારા ક્રિટિકલી પોલ્યુટેડ જાહેર કરવામાં આવેલ છે, વડોદરાનો ઔદ્યોગિક વિસ્તાર પ્રદુષણ ઓકવાના મામલે રાજ્ય ના પ્રથમ નંબરે અને દેશ માં પાંચ માં સ્થાને રહ્યો છે,
ગુજરાત રાજ્ય ની 20 નદીઓ પ્રદુષણ ના લીધે પ્રદુષિત થઈ ચૂકી છે,
થોડા દિવસ પહેલા હાઇવે ઉપર ટેન્કર મારફતે કેમિકલ વેસ્ટ પાણી ઢોળવામાં આવી રહ્યું હોય એવો ફોટો વાઇરલ થઈ રાહયો છે, ટેન્કર નો નંબર સ્પષ્ટ રીતે દેખાઈ નથી રહ્યો, આ કોનું ટેન્કર છે ? અને ક્યાંથી વેસ્ટ કેમિકલ પાણી ભરી ને આવ્યું હતું? અને કઈ કંપની નું પાણી હતું? કોને ખુલ્લા માં પાણી છોડવામાં સાથ આપ્યો? આવા અનેક સવાલો ઉભા થયા છે?
વડોદરા માં આવેલી GIDCઓ માંથી કેટલીય કંપનીઓ દ્વારા પોતાનું વેસ્ટ કેમિકલ ટેન્કર અને ટ્રક મારફતે ગૌચર જમીનો માં ઠાલવી દેવામાં આવે છે એવી માહિતી મળેલ છે,
બોગસ બિલો બનાવી કેમિકલ વેસ્ટ ટેન્કરો માં ભરી ઠાલોવવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, કેલીયાય કેમિકલ માફિયાઓ ઊંચું સેટિંગ કરી આ ગેરકાયદેસર નું કામ કરી રહ્યા છે.
GIDC વિસ્તાર માં આવેલ કેમિકલ ઉદ્યોગો ને પોતાની કંપની નું વેસ્ટ કેમિકલ, ટ્રીટમેન્ટ માટે જે તે વિસ્તાર માં આવતી GIDC ના ETP પ્લાન્ટ ને આપવાનું હોય છે અને આ પાણી ટ્રીટમેન્ટ કરવા માટે ETP પ્લાન્ટ ને કેમિકલ ઉદ્યોગો દ્વારા નક્કી કરેલ વળતર ચૂકવવું પડે છે, જેથી અમુક કેમિકલ કંપનીઓ દ્વારા આ વળતર બચાવવા માટે બહાર થી કેમિકલ ટ્રેડર્સ નો સંપર્ક સાધી કેમિકલ વેસ્ટ ટેન્કર મારફતે નદી નાળા, અને ગૌચર અને બીજા અન્ય વિસ્તારો માં ઠાલોવવામાં આવે છે, ભૂતકાળ માં કેમિકલ વેસ્ટ ઠાલોવવાના બનાવો બની ચુક્યા છે,
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતિ દ્વારા પ્રદુષણ મુદ્દે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી સાથે સાથે NGT માં પણ પર્યાવરણ બચાવવા ફરિયાદો કરેલ છે જેથી પ્રદુષણ ઓકતા ઉદ્યોગો માં થોડો અંકુશ આવ્યો હતો , પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી વેસ્ટ કેમિકલ ઠાલોવવાની માહિતી સમિતી ને માડી રહી છે, જેથી સમિતી અધ્યક્ષ દીપકસિંહ ના જણાવ્યા પ્રમાણે આગામી સમય માં કોઈ પણ કંપની ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ , કેમિકલ વેસ્ટ પાણી કે વેસ્ટ ઘન કચરો ગમે ત્યાં ઠાલોવસે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે એવું પર્યાવરણ પ્રેમી દીપકસિંહ વીરપુરા એ જણાવ્યું હતું,
નૈતિક સમાચાર (NS NEWS)