ગુજરાત

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલો થયો ,બે જવાનો શહીદ થયા, સર્ચ ઓપરેશનમાં છુપાયેલા ત્રાસવાદીનો હુમલો

કાશ્મીરમાં ત્રાસવાદી હુમલો થયો ,બે જવાનો શહીદ થયા, સર્ચ ઓપરેશનમાં છુપાયેલા ત્રાસવાદીનો હુમલો,

જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લામાં અંકુશ રેખા પર ભારે સશ† ત્રાસવાદીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. જા કે આ ગાળા દરમિયાન ઘુસી ગયેલા ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા છુપા હુમલામાં બે જવાન શહીદ થયા હતા. જા કે ત્રાસવાદીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. બાતમી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન છુપાયેલા ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો. ખારી વન્ય વિસ્તારમાં ત્રાસવાદીઓ ઘુસી ગયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. શંકાસ્પદ ત્રાસવાદીઓની ઘુસણખોરી અંગે માહિતી મળ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સર્ચ ઓપરેશન વેળા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં બે શહીદ થયા હતા. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને અવિરતરીતે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૯ત્રાસવાદી સામે જારદાર કાર્યવાહી જારી રહી હતી. ઓપરેશન ઓલઆઉટના કારણે છેલ્લા વર્ષમાં ૧૬૦ ત્રાસવાદીઓ ઠાર થયાહતા. સાથેસાથે ૧૦૨ ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કૃત્યો કરવામાં આવ્યા હતા. કલમ ૩૭૦ની નાબુદી થયા બાદ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટેના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. મોદી સરકારે જારદાર સાહસ કરીને દશકોથી અમલી કલમ ૩૭૦ને દુર કરી દીધી છે. રાજ્યને બે ભાગમાં વિભાજિત કરીને બે કેન્દ્રશાષિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા છે. કલમ ૩૭૦ની નાબુદીનો મુદ્દો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવ્યો છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button