રેલ્વેની યાત્રા મોંઘી પ્રવાસી ભાડામાં ૪ પૈસા સુધી વધારો, પ્રતિ દસ કિલોમીટર પ્રવાસ પર રેલવેને ૭૩ પૈસાનો ખર્ચ
રેલ્વેની યાત્રા મોંઘી પ્રવાસી ભાડામાં ૪ પૈસા સુધી વધારો, પ્રતિ દસ કિલોમીટર પ્રવાસ પર રેલવેને ૭૩ પૈસાનો ખર્ચ,
પાંચ વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય રેલવે દ્વારા યાત્રી ભાડામાં આખરે વધારો કરવામાં આવ્યો છે. ઉપનગરી અને સિઝન ટિકિટ સિવાય જુદા જુદા વર્ગના યાત્રી ભાડામાં એકથી ચાર પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. યાત્રી ભાડામાં આ વધારો તાત્કાલિક ધોરણે અમલી કરવામાં આવ્યો છે. રેલવે યાત્રી ભાડામાં આ નજીવા વધારાથી રોકડ કટોકટીનો સામનો કરી રહેલા રેલવેને મહેસુલરૂપે બીજા ૨૩૦૦ કરોડ રૂપિયા મળી શકશે. રેલવે ભાડા યાત્રીમાં આ વધારો કરવામાં આવ્યા બાદ આને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. રેલવે દ્વારા યાત્રી ભાડામાં એક પૈસાથી લઈને ચાર પૈસા પ્રતિ કિલોમીટર સુધીનો વધારો કરવામાં આવી ચુક્યો છે. યાત્રી ભાડામાં આ વધારાની અસર એવા યાત્રીઓ ઉપર વધારે થશે જે લાંબા અંતરની યાત્રા કરે છે. યાત્રા જેટલા દુરની રહેશે તેટલા વધુ પ્રમાણમાં યાત્રી ભાડાની ચુકવણી કરવી પડશે. રેલવે દ્વારા સબ અર્બન ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે ઓર્ડિનરી નોન એસી, નોન સબ અર્બન ભાડામાં પ્રતિકિલોમીટર એક પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રેલવે દ્વારા મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં નોન એસી ટ્રેનના ભાડામાં બે પૈસા જ્યારે એસી શ્રેણીના યાત્રી ભાડામાં ચાર પૈસા પ્રતિકિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાડામાં શતાબ્દી, રાજધાની અને ડુરન્ટો જેવી ટ્રેનો પણ સામેલ છે. રિઝર્વેશન ફી તથા સુપરફાસ્ટ ચાર્જમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રૂ પહેલાથી જ બુક કરવામાં આવેલા ટિકિટો પર ભાડામાં વધારાની કોઈ અસર થશે નહીં. યાત્રી ભાડામાં વધારો કઈ રીતે અમલી બનશે તેની વાત કરવામાં આવે તો દિલ્હી-કોલકતા રાજધાની એકસપ્રેસ ૧૪૪૭ કિલોમીટરની યાત્રા કરે છે. જેમાં ચાર પૈસા પ્રતિકિલોમીટરનો વધારો કરવામાં આવ્યો છે. જે દ્રષ્ટિથી ૫૮ રૂપિયા સુધીનો વધારો થઈ જશે. બીજીબાજુ એસી ક્લાસ માટે ભાડામાં વધારો પ્રતિકિલોમીટર ચાર પૈસા રહેશે. આ વધારો ભારતીય ટ્રેક ઉપર પ્રવાસ કરતા માત્ર ૩૪ ટકા પ્રવાસીઓ પર લાગુ થશે. રેલવે દ્વારા ઉપનગરીય સિઝન ટિકિટધારકો પર કોઈ વધારો ઝીક્યો નથી. ઉપનગરીય સેક્સન અને સિઝન ટિકિટધારકો કુલ યાત્રીઓ પૈકી ૬૬ ટકા રહેલા છે. વર્ષ ૨૦૧૪માં છેલ્લી વખતે યાત્રી ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૪માં વધારો કરવામાં આવ્યા બાદ પણ રેલવે દ્વારા જુદા જુદા સેગ્મેટમાં રેટને તર્કસંગત બનાવવામાં આવ્યા હતા. આજથી ટિકિટ ઉપર નવા ભાડા અમલી થઈ ગયા છે. આજની તારીખથી પહેલા ટિકિટ બુક કરાવી ચુકેલા યાત્રીઓ પાસેથી કોઈ વધારાના ચાર્જ લેવામાં આવશે નહીં. ૨૦૧૪માં વધારો કરવામાં આવ્યા બાદ રેલવે દ્વારા ફ્લેક્સી ભાડાની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જે રીતે વિમાની ભાડા હોય છે તે રીતે ભાડાની શરૂઆત કરવામાં આવી હતી. ફ્લેક્સી ભાડાની સ્કીમ રાજધાની, શતાબ્દી, ડુરન્ટો એક્સપ્રેસ જેવી પ્રિમીયમ ટ્રેનોમાં આ ભાડા લાગુ થશે. આનાથી રેલવેને ૫૦૦ કરોડ રૂપિયાની વધારે આવક થશે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૦ સુધી યાત્રી કમાણી રિઝર્વ સેગ્મેન્ટમાં ૬.૨૧ ટકા વધીને ૨૭૪૬૯ કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષની સરખામણીમાં આમા છ ટકાથી વધુનો વધારો થયો છે. જ્યારે યાત્રીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)