ચંદ્રયાન-૩ અને ગગનયાન જેવી ઈસરોની નવી યોજના, ભાવિ યોજના અંગે ઈસરો વડાએ માહિતી આપી
ચંદ્રયાન-૩ અને ગગનયાન જેવી ઈસરોની નવી યોજના, ભાવિ યોજના અંગે ઈસરો વડાએ માહિતી આપી
demo pic
ઈસરોના વડા કે સિવને નવા વર્ષના પ્રસંગે દેશવાસીઓની સામે આ વર્ષમાં લક્ષ્ય અને યોજનાઓને રજુ કરી હતી. વર્ષ ૨૦૨૦માં ગગનયાન અને ચંદ્રયાન-૩ મિશનની માહિતી આપી હતી. આની સાથે સાથે ઈસરોના વડાએ કહ્યું હતું કે, અંતરિક્સ વિજ્ઞાન મારફતે અમારા પ્રયાસ દેશવાસીઓના જીવનને વધારે સરળ અને સાનુકુળ બનાવવાનો રહેલો છે. ઈસરો પ્રમુખે કહ્યું હતું કે, બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે મોટાભાગના તૈયારી ૨૦૧૯માં જ કરી લેવામાં આવી હતી. સિવને કહ્યું હતું કે, ગગનયાન મિશન માટે ચાર અંતરિક્ષ યાત્રીઓની ઓળખ કરી લેવામાં આવી છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ટ્રેનિંગ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગગનયાન માટે નેશનલ એડવાઈઝરી કમિટીની રચના કરવામાં આવી ચુકી છે. ઈસરો વડાએ મહત્વપૂર્ણ જાહેરાત પણ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ચંદ્રયાન-૩ પ્રોજેક્ટને મંજુરી મળી ગઈ છે. આના પર કામ શરૂ કરવામાં આવી ચુક્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ ચુક્યું છે. ચંદ્રયાન-૩ પ્રોજેક્ટને મંજુરી મળી ગયા બાદ આ દિશામાં પહેલ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, કોનફિગરેસન ચંદ્રયાન-૨ની જેમ રહેશે. આમા લેન્ડર અને રોવર પણ રહેશે. ઈસરોના ચંદ્રયાન-૨ મિશનની ભારત જ નહી બલકે દુનિયાભરમાં ચર્ચા રહી હતી. ચંદ્રયાન-૩ મિશન પર માત્ર ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમા પહેલાની જેમ જ લેન્ડર, રોવર અને પ્રોપસલન મોડ્યુલ રહેશે. યોજના પર ખર્ચ અંગે વાત કરતા સિવને કહ્યું હતું કે, આ મિશન પર ૨૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ચંદ્રયાન-૩ લોન્ચ માટેની પ્રક્રિયા આગામી વર્ષ સુધી ટળી શકે છે. સ્પેસપોર્ટના સંદર્ભમાં વાત કરતા સિવને કહ્યું હતું કે, ભૂમિ અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
નૈતિક સમાચાર (NS NEWS)