ગુજરાત

સુરતમાં ફરી ગેંગવોર એકની જાહેરમાં કરાયેલી ઘાતકી હત્યા, ગેંગવોર અને હત્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ

સુરતમાં ફરી ગેંગવોર એકની જાહેરમાં કરાયેલી ઘાતકી હત્યા, ગેંગવોર અને હત્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ

Demo pic

ગુજરાતમાં જ્યાં એકબાજુ લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા. ત્યાં સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોર સાથે થઈ હતી. સુરતના વેડ રોડ પર આવેલાં પંડોળ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક ગેંગના લોકોએ સામેની ગેંગના એક યુવકની તલવાર, ચપ્પા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસે તેના આધારે પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતમાં વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી એકવાર સૂર્યા મરાઠી ગેંગ અને મનુ બારીયા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થઈ હતી. બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્‌યા હતા. અને જાહેરમાં જ તલવાર અને ચપ્પું વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો. પાંચથી છ જેટલાં યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં પટેલ ચંદ્રકાંત મુકેશભાઇ નામના એક યુવક લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્‌યો હતો. રૂ ગેંગવોરમાં બે યુવકોને ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવક પરનાં જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં એક યુવકનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે. જા કે, સુરતમાં ફરી ગેંગવોરની ઘટના સામે આવતાં સુરતવાસીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે ગુનાખોરી અને ક્રાઇમરેટ વધી રહ્યો છે તે જાતાં સુરત પોલીસની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button