ગુજરાતદેશ દુનિયા

અમે પોતાને રાજકારણથી દુર રાખીએ છીએ : રાવત , બિપિન રાવતે સીબીએસ તરીકે જવાબદારી સંભાળી

અમે પોતાને રાજકારણથી દુર રાખીએ છીએ : રાવત , બિપિન રાવતે સીબીએસ તરીકે જવાબદારી સંભાળી

નવા નિયુક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે આજે તેમની જવાબદારી સંભાળી લીધી હતી. બિપિન રાવતે મોટી જવાબદારી સંભાળી લીધા બાદ કહ્યું હતું કે, સશ† દળ પોતાને રાજનીતિથી દુર રાખે છે અને સરકારના નિર્દેશ મુજબ કામ કરે છે. તેમની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે સશ† દળોના રાજનીતિકરણ કરવાના આક્ષેપ થઈ રહ્યા છે. જનરલ રાવતે એમ પણ કહ્યું હતું કે, સીબીએસ તરીકે તેમના મુખ્ય હેતુ ત્રણેય સેનાઓની વચ્ચે સંકલન વધુ મજબુત કરવા પર કેન્દ્રીય રહેશે અને એક ટીમની જેમ કામ કરવા પર ધ્યાન રાખશે. બીજી બાજુ એરફોર્સના વડા આરકેએસ ભદોરિયાએ કહ્યું હતું કે, સીડીએસને લઈને સરકારે નિર્ણય લીધો છે તે ખુબ જ સાહસિક નિર્ણય છે. આનાથી ત્રણેય સેનાઓની વચ્ચે તાલમેલ વધુ મજબુત થશે. તેમણે કહ્યું હતું કે, જે જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ પોસ્ટની રચના કરવામાં આવી છે તેમને નિર્ધારીત સમયમાં લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવશે. સીડીએસને લઈને વાયુસેનાની ભૂમિકા પર તેમણે કહ્યું હતું કે, ભારતીય વાયુ સેનાને પૂર્ણ રીતે સપોટ મળશે. સંયૂક્તની ભાવના લાવવા તમામ પ્રયાસ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પ્રયાસો ગંભીરતાપૂર્વક કરવામાં આવી રહ્યા છે. અગાઉ જનરલ બિપીન રાવત આજે બુધવારના દિવસે દેશના પ્રથમ સીડીએસ તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી. સરકારે સોમવારના દિવસે જ તેમને દેશના પ્રથમ સીડીએસ તરીકે નિમ્યા હતા. સીડીએસની ઓફિસ સાઉથ બ્લોકમાં સેકન્ડ ફ્લોર પર રહેશે. સીડીએસના કારના ફ્લેગ પણ અલગ પ્રકારના રહેશે. વ‹કગ ડ્રેસમાં પણ વિશેષ માહિતી મળી શકશે. ગઇકાલે જ રાવતની નિમણૂંક સીડીએસ તરીકે કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધ દરમિયાન આ પોસ્ટ ઉભી કરવાની માંગ જારદારરીતે ઉઠી હતી. આ પોસ્ટને સરકારે લીલીઝંડી આપી દીધી છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button