નંદેસરી ઔદ્યોગિક વસાહત ના એસોસિયેશન દ્વારા રાજ્ય લેવલનું નિરીક્ષણ થવાનું તેવામાં કેમિકલ વાળું પાણી ઉલેચવામાં આવ્યું!
નંદેસરી ઔદ્યોગિક વસાહત ના એસોસિયેશન દ્વારા રાજ્ય લેવલનું નિરીક્ષણ થવાનું હોય તે માટે સાફ સફાઈ અને પ્રદુષણ કન્ટ્રોલ કરવાના નાટકો કરતા હોય તેવું લાગી આવે છે,
નંદેસરી GIDC માં આશરે 300 જેટલા ઉદ્યોગો આવેલા છે, આ કંપનીઓ દ્વારા વેસ્ટ કેમિકલ પાણી ની ટ્રીટમેન્ટ માટે CETP માં મોકલી આપવામાં આવે છે, આ CETP ની દેખરેખ NECL (NANDESARI ENVIRONMENT CONTROL LIMITED) દ્વારા રાખવામાં આવે છે, CETP ના NECL દ્વારા વેસ્ટ પાણી ટ્રીટમેન્ટ કરી વેસ્ટ સ્લજ ઘન કચરો જે જગ્યા એ ભેગો કરવામાં આવે છે તે સ્લજ નું કેમિકલ યુક્ત પાણી સીધુ ગટર માં થઈ મીની નદી જતું રહે છે, અને આજુ બાજુમાં કેમિકલ ના ખાબોચિયા ભરાયેલા જોવા જોવા મળી આવ્યા હતા,
નંદેસરી CETP માં ટ્રીટમેન્ટ કરીને પાણી માં રહેલ કેમિકલ ની ગુણવત્તા ઓછી કરીને વેસ્ટ પાણી ને VECL ને પાઇપ લાઇન દ્વારા આપવામાં આવે છે અને VECL દ્વારા વેસ્ટ કેમિકલ યુક્ત પાણી ના COD ની ચકાસણી કરી VECL કેનાલ દ્વારા ખંભાત ના દરિયામાં છોડવામાં આવે છે, પરંતુ કેટલાય સમય થી VECL ઉપર પ્રદુષણ કરવામાં ફરિયાદો થઈ ચૂકી છે,
વડોદરા ની ઔદ્યોગિક વસાહત ના પ્રદૂષન ઓકવાના મામલે NGT ( National Green Tribunal ) વડોદરા ને પોલ્યુટેડ ક્રિટિકલ જાહેર કરેલ, વડોદરાનો ઔદ્યોગિક વિસ્તાર પ્રદુષણ ઓકવાના મામલે રાજ્ય ના પ્રથમ નંબરે અને દેશ માં પાંચ માં સ્થાને રહ્યો છે,
ગુજરાત રાજ્ય ની 20 નદીઓ પ્રદુષણ ના લીધે પ્રદુષિત થઈ ચૂકી છે, તેના લીધે વડોદરા ના ઔદ્યોગિક ને નવી મંજૂરી મળવી મુશ્કેલ થવા પામી છે,
તેવામાં નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં રાજ્ય ની કોઈ એક એજન્સી દ્વારા પ્રદુષણ સેફટી અને બીજા ઘણા મુદ્દે ચકાસણી થવાની હોય એવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે,
તેવામાં નંદેસરી એસોસિયેશન દ્વારા રાજ્ય લેવલે થી આવી રહેલી ટીમ ને દેખાડો કરવા કેટલાય નાટકો કરવામાં આવી રહ્યા છે!?, નંદેસરી એસ્ટેટ માં રોડ ઉપર તાત્કાલિક બમ્પ બનાવી દેવાયા, કેમિકલ ના ખાબોચિયા ના પાણી ઉલેચવામાં આવી રહ્યા છે, કેટલીય જગ્યા એ ગ્રીન બેલ્ટ ના દેખાડો કરવા બોર્ડ લગાવાયા છે, અને શુદ્ધ પાણીની ખુબજ સમસ્યા સર્જાય હોય તેવી પરિસ્થિતિ માં નંદેસરી એસ્ટેટ માં છેલ્લા 3 4 દિવસ થી શુદ્ધ પાણી થી નંદેસરી એસ્ટેટ નો કેમિકલ અને સ્લજ થી લથપડ રોડ ને સાફ કરવામાં આવી રહ્યો છે,
આ બધા નાટકો જોઈને એવું લાગી આવે છે કે નંદેસરી એસોસિયેશન ને જનતા ની કાઈ પડી નથી ખાલી ને ખાલી કોઈ અધિકારીઓ દ્વારા વિઝિટ ચકાસણી થવાની હોય ત્યારેજ ધમપછાળા કરવામાં આવે છે, વધુ માં પ્રદુષણ અટકાવવામાં નિષ્ફળ નીવડેલ નંદેસરી એસોસિયેશન ને રાજ્ય લેવલ ની વિઝિટ માં ખાલી પ્રદુષણ દેખાઈ આવે છે, અને પમ્પ ચાલુ કરી કેમિકલ વેસ્ટ પાણી ઉલેચવાનું કામ કરવામાં આવે છે, નંદેસરી એસ્ટેટ માં સવારથીજ એક જગ્યા એ ભરાયેલું કેમિકલ પાણી ને પમ્પ મૂકી ઉલેચવામાં આવી રહ્યું છે, આ કેમિકલ પાણી નું જાને તળાવ બની ગયું હોય તેવું ફોટા માં લાગી આવે છે, વધુ માં પ્રાપ્ત વિગત અનુસાર CETP ગેટ ની બહાર શૌચાલય બનાવવા ખોદી રહેલ ખાડકુવા માં ત્રણ થી પાંચ ફૂટ ખોદતાં કેમિકલ પાણી ઉભરાઈ આવેલ, આ બધા કાર્યો થી ચોક્કસ એવું જણાઈ આવે છે કે નંદેસરી ઔદ્યોગિક વસાહત અને વડોદરા ના ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના લીધે આજુબાજુના ગામ માં પીવાના શુદ્ધ પાણી ના ફાંફા પડી ગયા છે,
મીની નદી માંથી પશુઓ ને પીવાના પાણી ને પણ છોડવામાં આવ્યું નથી, મીની નદી ને પણ અદ્યોગિક વસાહતો દ્વારા પ્રદુષિત કરી દેવામાં આવી છે,
પર્યાવરણ બચાવો જમીન બચાવો સમિતી અધ્યક્ષ દીપકસિંહ વીરપુરા ની અનેક ફરિયાદો કરવા છતાં GPCB તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, માહિતી આધારે નંદેસરી અદ્યોગિક વસાહતો માની અમુક કંપની દ્વારા કેટલાય મડતીયા સાથે રાખી રાત્રી ના સમયે કેમિકલ વેસ્ટ ભરી ટેન્કર ના માધ્યમ થી મીની નદી માં ઠાલોવવામાં આવી રહ્યું છે આવી ચર્ચા એ જોર પકડ્યું છે,
અને વધુ માં આવી કેટલીય ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ભરીને ટેન્કરો ને બહાર મોકલવાનું પણ ચાલી રહ્યું છે,
શુ આ ગેરકાયદેસર થઈ રહેલા ગોરખ ધંધા થી નંદેસરી એસોસિયેશન અને GPCB અજાણ છે????
વધુ સમાચાર માટે જોતા રહો
https://www.facebook.com/NS-News-1863839916995616
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA
નૈતિક સમાચાર (NS NEWS)