ગુજરાત

ગુજરાત માં નશામાં ડ્રાઇવિંગથી મોતમાં ૧૧૦૦ ટકાનો વધારો, શરાબબંદી હોવા છતાં મોતના આંકડામાં વધારો

ગુજરાત માં નશામાં ડ્રાઇવિંગથી મોતમાં ૧૧૦૦ ટકાનો વધારો, શરાબબંદી હોવા છતાં મોતના આંકડામાં વધારો,

ગુજરાત ભલે એક ડ્રાઇવ સ્ટેટ તરીકે છે પરંતુ જા અકસ્માતમાં થયેલા મોતના સંદર્ભમાં કેન્દ્ર સરકારના આકડા પર વિશ્વાસ કરવામાં આવે તો એક વર્ષમાં ડ્રાઈવિંગ અન્ડર ઈન્ફ્લુઅંશના કારણે ગુજરાતમાં થનાર મોતની સંખ્યા બાર ગણી વધી ગઈ છે. આંકડા મુજબ ૨૦૧૭માં આ રીતે દસના મોત થયા હતા જ્યારે ૨૦૧૮માં આ સંખ્યા ૧૨૨ ઉપર પહોંચી હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા હાલમાં જ જારી કરવામાં આવેલા એકસીડેન્ટેલ ડેથ એન્ડ સુસાઈડ ઈન ઇન્ડિયા ૨૦૧૮માં કહેવામાં આવ્યું છે કે, શરાબ પીને ડ્રાઇવિંગ કરવાના મામલાની સંખ્યામાં પાંચ ગણો વધારો થઈ ગયો છે. આ સંખ્યા ૨૦૧૭મા ૫૧ હતી. જ્યારે ૨૦૧૮માં ૩૦૦ સુધી પહોંચી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૮માં શરાબ પીને ગાડી ચલાવનાર અને ઘાયલ થનાર લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ચાર ગણી વધી ગઈ છે. આ સંખ્યા ૨૦૧૭મા ૬૭થી વધીને ૨૦૧૮મા ૨૯૬ સુધી પહોંચી ગઈ હતી. ભારત ૧૧થી ૧૭ જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી સપ્તાહ ચલાવે છે. ગુજરાતમાં હાલના સમયે મોટાભાગના મામલા ચાર મુખ્ય શહેરોમાં નોંધાયા છે. ૨૦૧૮માં નશામાં ડ્રાઇવિંગના કેસમાં અમદાવાદમાં બે અને સુરતમાં એકનું મોત થયું હતું. રિપોર્ટ મુજબ ખતરનાક અને લાપરવાહી સાથે ડ્રાઇવિંગ, ઓવરટેકિંગના ૨૦૧૮માં ૨૬૨૦ જેટલા કેસ નોંધાયા હતા. જેમાંથી ૧૧૯૫ લોકોના મોત થયા હતા. ૨૦૧૭માં આ પ્રકારના કેસોની સંખ્યા ૨૪૬૯ રહી હતી અને ૧૦૮૨ લોકોના મોત થયા હતા. આવા આકસ્મિક મોતમાં વર્ષમાં ૧૦.૪ ટકા વધારો થયો છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button