અનેક શહેરોમાં કમોસમી વરસાદ ઉત્તરાયણ બગાડી શકે તેવી શક્યતા,ગુજરાતમાં શિયાળે ઉનાળા અને ચોમાસા જેવી સ્થિતિ.
અનેક શહેરોમાં કમોસમી વરસાદ ઉત્તરાયણ બગાડી શકે તેવી શક્યતા,ગુજરાતમાં શિયાળે ઉનાળા અને ચોમાસા જેવી સ્થિતિ.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ છે. તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ વધારો થતા ભર શિયાળે ઉનાળા અને ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. ચોમાસું પાકમાં પાણી ફરી વલ્યા બાદ હવે રવિપાકમાં કમોસમી વરસાદને કારણ વ્યાપક નુકસાઈ થઈ શકે છે. ખાસ કરીને જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો બાદ પતંગ રસિયાઓ પણ ચિંતામાં મૂકાયા છે. હવામાનની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં આ વર્ષે ઉત્તરાયણ બગડી શકે તેવી શક્યતા છે. આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળમય થતાં ચોમાસા જેવા માહોલ થયો હતો. અમીરગઢ સૂઈગામ સહિત કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. રવી પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત છે. મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે.
નૈતિક સમાચાર (NS NEWS)