વિકલ્પ ફાઉન્ડેશન દ્વારા નારી નીડરતા સેમિનાર નું આયોજન રાખવામાં આવ્યું
વિકલ્પ ફાઉન્ડેશન દ્વારા નારી નીડરતા સેમિનાર નું આયોજન રાખવામાં આવ્યું
વડોદરા ના ઉન્ડેર માં ફાર્મ ખાતે તા. 12 જાન્યુવારી રવિવારે નારી નીડરતા સેમીનારનું આયોજન કરાયુ હતુ. જેમાં મૂળીના મોટીવેશન ટ્રેનર મીત્તલબા પરમાર સાથે સ્વતી પટનાકાર એ આત્મવિશ્વાસ, લક્ષ્ય પ્રાપ્તી, સમપાલન, આદતો, માનસીક તણાવ વગેરે વિષયો પર યુવતી અને મહિલાઓને મોટીવેટ કર્યા હતા. આ કાર્યક્રમમાં વિકલ્પ ફાઉન્ડેશન ના પ્રમુખ દક્ષાબા રાઠોડ સાથે આયોજક અક્ષીતાબા અને દિવ્યાબા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ માં સરકારી યોજનાઓ વિશે મહિલાઓ ને માહિતી આપવામાં આવી હતી સાથે સાથે કાયદાકીય મદદ માટે પમ જાણ કરવામાં આવી હતી,
આજની જરૂરિયાત પ્રમાણે નારી એવી હોવી જોઈએ જે સ્વનિર્ભર તો હોય જ પરંતુ પરિવાર , સમાજ અને સ્વને સાથે લઈને ચાલતી હોય. આજે નારી એવી હોવી જોઈએ જે આર્થિક, માનસિક અને સામાજિક રીતે પગભર, સ્વસ્થ અને સન્માનનીય હોય. આજના સમયની નારી એવી હોવી જોઈએ જે નીડર હોય, સ્વમાની હોય પણ એરોગન્ટ ન હોય.
વર્તમાન નારી એવી હોવી જોઈએ જે ગમે તેવા વિકરાળ સ્વરૂપની આપત્તિમાં પણ સંયમ અને સૂઝથી સફળતા પ્રાપ્ત કરી શકે. નવા યુગની નારી એવી હોવી જોઈએ જે કોઈપણ પરિસ્થિતિથી ભાગવાને બદલે તેમાં ભાગ લઈને સુયોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકે. વર્તમાન સમયની નારી એવી હોવી જોઈએ જે પરિસ્થિતિનું કારણ શોધી, દુઃખનું મારણ લાવી, સુખનું તારણ લાવી શકે.
નૈતિક સમાચાર (NS NEWS)