ગુજરાત
મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે SJND સંસ્થા દ્વારા ઊંધિયું અને જલેબી વહેંચી ઉજવણી કરી
મકરસંક્રાંતિ ના તહેવાર નિમિતે SJND સંસ્થા દ્વારા ઊંધિયું અને જલેબી વહેંચી ઉજવણી કરી,
આપણા પોતાની મોજ મસ્તી અને આનંદ માટે મકરસંક્રાંતિ ના મહા પર્વ નિમિતે આપણે પતંગ ચગાવિયે છે, અને મકરસંક્રાંતિ ની ઉજવણી કરિયે છે, સાથે સાથે ઊંધિયું જલેબી ખાઈએ છે, અને અનેક સંસ્થાઓ દ્વારા ઉત્તરાયણ મકરસંક્રાંતિ ના તહેવાત નિમિતે કબૂતર અને બીજા અન્ય પક્ષી બચાવવાનું રેસ્ક્યુ કરવાનું કામ કરવામાં આવે છે, સાથે કેટલીક સંસ્થાઓ દ્વારા ગરીબ મધ્યમ વર્ગ ના પરીવાર સુધી તહેવારો માં જમવાનું પોહચડવાનું કામ કરવામાં આવે છે,
તેવામાં SJND સંસ્થા દ્વારા નિસ્વાર્થ ભાવે મકરસંક્રાંતિ ના મહા પર્વ નિમિતે જરૂરિયાતમંદ લોકો ને ઊંધિયુ,પુરી અને જલેબી તેમજ કપડા નું વિતરણ કરીને મકરસંક્રાંતિ ની ઉજવણી કરવામાં આવી
નૈતિક સમાચાર (NS NEWS)