IOCL ની ક્રૂડ ઓઇલ ની પાઇપ લાઇન માં છેદ કરી ઓઇલ ની ચોરી કરતા ભાંડો ફૂટ્યો, લાખો નું નુકસાન
વડોદરા ના અનગઢ ગામ માં ઇન્ડિયન ઓઈલ રિફાઇનરી (IOCL) ની ક્રૂડ ઓઇલ ની પાઇપ લાઇન માં છેદ કરી ઓઇલ ની ચોરી કરતા ભાંડો ફૂટ્યો
વડોદરા ના કોયલી ખાતે આવેલ IOCL કંપની માંથી વિરમગામ જઇ રહેલી ક્રૂડ ઓઇલ ની લાઇન માં છેદ કરી ઓઇલ ચોરવાનું કૌભાંડ ઝડપાયું,
અનગઢ ગામ ના અઠીપુરા ના એક ખેતર માંથી ઇન્ડિયન રિફાઇનરી (IOCL) ની ઓઇલ ની લાઇન પસાર થાય છે, તે લાઇન માં ઓઇલ માફિયા દ્વારા છેદ કરી બીજી અન્ય પાઇપ લાઇન માં ઓઇલ પસાર કરી ઓઇલ ચોરી કરવામાં આવતું હોય તેમ જણાય આવેલ,
NS NEWS રિપોર્ટર દ્વારા IOCL ના ચીફ સિક્યુરિટી ઓફિસર એન,કે,સિંહ સાથે વાત કરતા જણાવ્યું હતું કે
સલાયા મથુરા પાઈમ લાઇન નો એક પાર્ટ છે IOCL SMPL ચેનલ 142.5 ઉપર ક્રૂડ ઓઇલ ખેતર માં નીકળી રહ્યું છે તેવી ગાર્ડ દ્વારા ખબર મળતા ની સાથે જ IOCL ના અધિકારીઓ ઘટના સ્થળે પોહચ્યા હતા , અને જોતા ક્રૂડ ઓઇલ ખેતર માં નીકળી રહ્યું હતું, અધિકારીઓ દ્વારા તાત્કાલિક IOCL કન્ટ્રોલ રૂમ માં જાણ કરી ક્રૂડ ઓઇલ લાઇન ને બંધ કરવામાં આવી હતી, ચોરી કરવા માટે અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન દબાવી ને ક્રૂડ ઓઇલ ચોરવામાં આવતું હતું?
આજે વહેલી સવારે ઓઇલ ચોરી કરતા મેઈન ઓઇલ ની લાઇન માંથી લીકેજ થતા લાઇન માંથી ઓઇલ ખેતર માં ફરી વળ્યું હતું, બનાવ ની જાન પોલીસ અને IOCL ના અધિકારીઓ ને થતા, અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે IOCL ના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,
IOCL ની લાઇન માં ઓઇલ ચોરી કરતા લીકેજ થયેલ લાઇન માંથી આશરે 20 હજાર લીટર ઓઇલ ખેતર માં ફરી વળ્યું હતું સાથે 15 હજાર લીટર ઓઇલ લીકેજ લાઇન માંથી IOCL દ્વારા રિકવર કરવામાં આવ્યું હતું
આશરે 7 લાખ રૂપિયા નું ઓઇલ વેડફાઈ ગયા નું અનુમાન IOCL ના અધિકારીઓ દ્વારા લગાવવામાં આવ્યું છે,
પોલીસ દ્વારા એક સિક્યુરિટી ગાર્ડ ની અટકાયત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે,
જે ખેતર માં IOCL ની પાઇપ લાઇન લીકેજ કરવામાં આવી હતી તે ખેતર ના માલિક ભાગી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે,
ઘટના સ્થળે વડોદરા ઝોન 1 ના DCP દિપક મેઘાણી અને ACP A ડિવિઝન ભેસાનીયા સાથે નંદેસરી પોલીસ ઇન્સ્પેકટર તેઓના સ્ટાફ સાથે તપાસ ચાલુ કરી
IOCL ના DGM એન,કે,સિન્હા અને IOCL પાઇપ લાઇન ના ચીફ સિક્યુરિટી ઓફિસર એસ,એસ,રસાઇલ પણ સવારથી જ ઘટના સ્થળે પોહચી ગયા હતા,
વીડિયો જોવા નીચે ની લિંક ક્લીક કરો
https://www.facebook.com/1863839916995616/posts/2744088615637404/
શકમંદ આરોપી ઘરે થી ફરાર થયો હોવાની ચર્ચા, શકમંદ આરોપી અગાવ પણ ઓઇલ ચોરી ના ગુણા માં સંડોવાયેલો હતો?
કેટલા ક્રૂડ ઓઇલ ની ચોરી અને એની કિંમત કેટલી હતી એ પોલીસ તપાસ માં બહાર આવશે,
પોલીસ દ્વારા FSL ની પણ મદદ લેવામાં આવશે
પોલીસ દ્વારા આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)