પીવાનું પાણી ભરવા જઇ રહેલા યુવાનો ને નીલગાય અથડાતા ગંભીર રીતે ઘાયલ, એક યુવાન નું મોત !
પીવાનું પાણી ભરવા જઇ રહેલા યુવાનો ને નીલગાય અથડાતા ગંભીર રીતે ઘાયલ થયા, એક યુવાન નું મોત !
વડોદરા ના અનગઢ ગામ ના 2 યુવાન પીવાનું પાણી રામપુરા ગામે ભરવા મોટરસાઇકલ ઉપર કાર્બો લઈને રવિવારે સાંજે ઘરે થી 7 વાગ્યા ની આસપાસ નીકળ્યા હતા, અનગઢ રામપુરા મીની નદી બ્રિજ ક્રોસ કર્યા બાદ એક નીલગાય ઝડપથી આવી મોટરસાઇકલ સાથે અથડાઈ હતી, અકસ્માત માં બંને યુવાનો ખૂબ ગંભીર રીતે ઘવાયા હતા, નીલગાય અથડાતા એક યુવાન રોડ ઉપર સાઈડ માં ઝાળીઓ માં ફેંકાઈ ગયો હતો અને બીજો યુવાન રોડ ઉપર પટકાયો હતો, અકસ્માત માં એક યુવાન ની હાલત ખુબજ ગંભીર છે, અકસ્માત ના ઘટના સ્થળે સ્થાનિક યુવાનો ભેગા થઈ 108 ને ફોન કરી જાણ કરતા 108 આવી અકસ્માત માં ઘાયલ યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયેલ,
વધુ માં નીલગાય દ્વારા રોડ ઉપર ઉભેલા બે અન્ય યુવાનો ને અથફેટે લીધા હતા,સદનસીબે બીજા અન્ય યુવાનોને કોઈ જાનહાની થઈ નહતી.
નીલગાય સાથે અકસ્માત પગલે 2 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયેલ તેમાંના એક યુવક નામે કિશન વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.19 )યુવાનને હોસ્પિટલ માં તબીબ દ્વારા મૃત જાહેર કરેલ, જ્યારે અન્ય યુવક રાહુલ નરેન્દ્રસિંહ ગોહિલ ને સારવાર અર્થે હોસ્પિટલ માં રાખેલ, અનગઢ ગામમાં નવજવાન યુવાનના અચાનક મોત ના પગલે શોક નું મોજું ફેરવાઈ ગયેલ,
મૃૃૃતક યુુુવક કિશન ગોહીલ
ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર નીલગાય સાથે અકસ્માત ના બનાવો માં વધારો થઈ રહ્યો છે, આ અકસ્માતો રોકવા કોઈ ચોક્કસ પગલાં લેવાની જરૂર પડી છે,
નૈતિક સમાચાર (NS NEWS)