ગુજરાત

કોયલી ખાતે આવેલ રાધે લાઈફ સ્ટાઇલ ફ્લેટ ના રહીશો અનેક સુવિધા થી વંચિત, 80 મકાનો વાળા ફ્લેટો માં ફાયર સેફટીના સાધનો પણ નથી???

કોયલી ખાતે આવેલ રાધે લાઈફ સ્ટાઇલ ફ્લેટ ના રહીશો અનેક સુવિધા થી વંચિત, 80 મકાનો વાળા ફ્લેટો માં ફાયર સેફટીના સાધનો પણ નથી???

શુ નવી નવી મકાનોની સ્કીમો લાવીને ગ્રાહકો ને છેતરવામાં બિલ્ડરો આગળ આવ્યા છે ????
એક વાર બિલ્ડર દ્વારા મકાન વેચ્યા પછી રહીશો ને કેમ બતાવ્યા મુજબની સુવિધાઓ મળતી નથી????

કોયલી ખાતે રાધે લાઈફ સ્ટાઇલ ફ્લેટ આવેલ છે આ ફ્લેટ માં આશરે 80 જેટલા મકાનો છે, છેલ્લા પાંચ વર્ષ થી અહીંના રહીશો અનેક સમસ્યા થી પીડાય છે, અનેક વખત આ ફ્લેટ બાંધેલ બિલ્ડર ને રજૂઆતો કરવા છતાં કોઈ ચોક્કસ નિવારણ ન આવ્યું હતું,

છેલ્લા કેટલાય વર્ષો થી રાધે લાઈફ સ્ટાઇલ ફ્લેટ ના રહીશો ને પાણીની સમસ્યા, લિફ્ટ ની સમસ્યા,ટ્રીટ લાઈટ ની સમસ્યા, લીકેજ પાણી ની સમસ્યા, CCTV ચાલુ નથી ની સમસ્યા, સિક્યુરિટી ગાર્ડ નથી તેની સમસ્યા, અને મહત્વ નું કે કોમન પ્લોટ ની ખુબજ મોટી સમસ્યા રહીશો ને થઈ રહી છે! કોમન પ્લોટ માં ખુલ્લાં માં ખાળકુવો ખોદેલ હતો તેને રહીશો દ્વારા બંધ કરેલ, વધુ માં ફ્લેટ ના ટેરેસ ઉપર દરવાજા ના હોવાથી ચોમાસામાં પાણી બધા ના ઘર સુધી આવી જાય છે,
અને ઇલેક્ટ્રિક બોર્ડ પણ ખુલ્લા મુકેલ છે,જો કોઈ ને વીજ કરંટ લાગે તેની જવાબદારી બિલ્ડર દ્વારા લેવામાં આવશે????
રહીશો નો એવો પણ આક્ષેપ છે કે બિલ્ડર દવારા 11 થી 12 લાખ નું મકાન તેઓને 16 થી 17 લાખ માં આપવામાં આવ્યું છે?

સૌથી મહત્વ ની સમસ્યા તો ફાયર સેફટી ની સમસ્યા જોવા મળી હતી, રાધે લાઈફ સ્ટાઇલ માં કોઈ પણ પ્રકાર ની ફાયર સેફટી રાખવામાં આવી નથી ? કે ના કોઈ ફાયરના સાધનો મુકવામાં આવેલ છે,

આજે આ ઉપર ની બધી સમસ્યા ની રજુઆત બિલ્ડર પ્રદીપ રાધેશ્યામ ગોયલ ને રહેઠાણ ની સુવિધાઓ થી વંચિત રજુઆત કરવા તેઓની નવી બિલ્ડીંગ રાધે સ્ક્વેર કોયલી પોલીસ ચેક પોસ્ટ પાસે બની રહી છે ત્યાં ઓફિસ ઉપર રાધે લાઈફ સ્ટાઇલ ના રહીશો ગયા હતા,

આ દરમિયાન બિલ્ડર દ્વારા રહીશ મહિલાઓ સાથે ઘેરવર્તન અને ગાળો બોલવામાં આવી સાથે સાથે મહિલાઓ ને ધમકી આપવામાં આવી કે “જેને બોલાવું હોય તેંને બોલાવી લો” આવો આક્ષેપ બિલ્ડર ઉપર રાધે લાઈફ સ્ટાઇલ માં રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો,

યુવા જન જાગૃત પાર્ટી ના મધ્ય ગુજરાત મહિલા મોરચા ના પ્રમુખ અક્ષીતાબા સોલંકી અને રાજદીપસિંહ ગોહિલ
શ્રી રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના વડોદરા જિલ્લા અધ્યક્ષ ને સાથે રાખી રાધે લાઈફ સ્ટાઇલ ના રહીશો એ હલ્લા બોલ કર્યું હતું,

રાધે લાઈફ સ્ટાઇલ ના રહીશ મહિલાઓ એ બિલ્ડર ના ડર થી 181 નંબર અભયમ્ મહિલા હેલ્પ લાઇન ઉપર ફોન કરી પોલીસ ને જાણ કરતા, અભયમ ટિમ ના મહિલા પોલીસ ઘટના સ્થળે આવેલ,

અભયમ્ ના મહિલા પોલીસ સાથે અને રહીશો સાથે વાતચીત કરી બિલ્ડર પ્રદીપ રાધેશ્યામ ગોયલે આખરે પોતાની ભૂલ સ્વીકારી માફી પત્ર લખી રહીશો સામે વાંચી બતાવ્યું હતો, અને રાધે લાઈફ સ્ટાઇલ ફ્લેટ ના રહીશો ને બધી સમસ્યા નું નિવારણ લાવવાનું જણાવેલ,

પ્રશ્ન એ છે કે આ બિલ્ડર ની બીજા અન્ય કેટલાય બાંધકામ ચાલે છે શું ત્યાં પણ આજ રીતે રહીશો ને હેરાન પરેશાન થવાનો વારો આવશે??

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button