સાકરદા મીની નદી પાસે પાણીની લાઇન માં ભંગાણ થતા લાખો લીટર પાણી નો વેડફાટ,
સાકરદા મીની નદી પાસે પાણીની લાઇન માં ભંગાણ થતા લાખો લીટર પાણી નો વેડફાટ,
મહીસાગર નદી માંથી ફાજલપુર થી વડોદરા જઈ રહેલી પીવાના પાણીની લાઇન માં ભંગાણ થતા શહેર ના 1 લાખ થી વધુ લોકો ને પીવાના પાણી માટે ની તકલીફ પડી
વડોદરા શહેર ના ઉત્તર ઝોન માં આવતા વિસ્તાર માં પાણી ની સમસ્યા સર્જાઇ ,સમા ગામ, છાણી ગામ ,નિઝામપુરા, સયાજીબાગ, જેવા કેટલાય વિસ્તારો માં પીવાની પાણી ની સમસ્યા સર્જાઈ,
વડોદરા કોર્પોરેશન એ વડોદરા શહેર માટે પીવાના પાણી લઈ જવા માટે મહીસાગર નદી માં ફ્રેચ બોરવેલ બનાવેલ છે,
પાઇપ લાઇન નાખી મહીસાગર નદી થી વડોદરા શહેર સુધી પીવાનું પાણી લઈ જવામાં આવે છે,
આ પીવાના પાણી ની લાઇન માં ગત રાત્રે ભંગાણ સર્જાયું હતું, સાકરદા ગામ મીની નદી પાસે આ લાઇન માં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી નો વેડફાટ થયો હતો,
તંત્ર દ્વારા આજે સવારે પાણી ની લાઇન ને બંધ કરી રીપેરીંગ નું કામ કાજ ચાલુ કરવામાં આવેલ છે
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)