ગુજરાત

નંદેસરી GIDC માં પાનોલી ઇન્ટરમેડીયેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી કોપર ટ્યૂબ ની ચોરી !

નંદેસરી GIDC માં પાનોલી ઇન્ટરમેડીયેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ માંથી કોપર ટ્યૂબ ની ચોરી !

થોડા દિવસ પહેલા નંદેસરી ખાતે આવેલ પાનોલી ઇન્ટરમેડીયેટ લિમિટેડ માંથી લાખો ની ચોરી થયા ની વાત વહેતી થયેલ,
પાનોલી કંપની મેનેજમેન્ટ દવારા કંપની માં તપાસ કરી ચોરી થયેલ ની સ્પષ્ટતા કરેલ અને પોલીસ માં ફરિયાદ આપવામાં આવી હતી
માહિતી આધારે ચોરી કરવામાં આવેલ કોપટ ટ્યૂબ ને પાનોલી કંપની ના પાછળ ના ભાગ માં ચોર દ્વારા નાખી દેવામાં આવેલ,
પાનોલી કંપની માં ચોરી થતા સમગ્ર નંદેસરી GIDC માં ફફડાટ મચી ગયો હતો,

પાનોલી માંથી લાખો રૂપિયા ની ચોરી ના 1 આરોપી ને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે, માહિતી આધારે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માં બેગીંગ નું કામ કરતા પાંડે કોન્ટ્રાકટર નાજ પાનોલી કંપની મા કામ કરતા માણસો દ્વારા જ ચોરી કરવામાં આવેલ,

આરોપી જગદીશભાઈ દલપતભાઈ ને નંદેસરી પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલ, અને લાખો રૂપિયા નો પાનોલી ઇન્ટરમીડિયેટ માંથી ચોરી થયેલ મુદ્દામાલ ને રિકવર કરવામાં આવ્યો હતો,

સવાલ એ ઉભો થાય છે કે પાનોલી ઇન્ટરમીડિયેટ કંપની માંથી એકજ ચોર દ્વારા આટલી મોટી ચોરી ને અંજામ કઈ રીતે આપવામાં આવ્યો ??
સુ આ ચોરી માં બીજા અન્ય કેટલા ઈસમો સાથે હતા એ તપાસ નો વિષય બન્યો છે??

નૈતિક સમાચાર(NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button