40 વર્ષ થી પીવાતું પીવાનું પાણી સદંતર બંધ કરતું અટકાવવા સાકરતા ગ્રામજનો એ કોર્પોરેશન ના પાણી ની લાઇનનું રીપેરીંગ કામ અટકાવ્યું,
40 વર્ષ થી પીવાતું પીવાનું પાણી સદંતર બંધ કરતું અટકાવવા સાકરતા ગ્રામજનો એ કોર્પોરેશન ના પાણી ની લાઇનનું રીપેરીંગ કામ અટકાવ્યું,
થોડા દિવસ પહેલા સાકરદા મીની નદી પાસે પાણીની લાઇન માં ભંગાણ થતા લાખો લીટર પાણી નો વેડફાટ થયો હતો,
આ લાઇન માં જ્યાં ભંગાણ થયું ત્યાં ફ્રેચ જોઈન્ટ માંથી સાકરતા ના હજારો ગ્રામજનો કેટલાય વર્ષો થી પીવાનું પાણી ભરી ને લઈ જતા હતા, સાકરતા ગામ ના ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આશરે 40 વર્ષ થી આજ જગ્યા એ થી પીવાનું પાણી ભરવામાં આવે છે, આ જગ્યા ખાડા માં હોવાથી જીવના જોખમે મહિલાઓ પાણી ભરી જાય છે,
સાકરતા મીની નદી પાસે આ લાઇન માં ભંગાણ સર્જાતા વડોદરા શહેર ના ઉત્તર ઝોન માં આવતા કેટલાય વિસ્તાર માં પાણી ની સમસ્યા સર્જાઇ છે,
તેવામાં વડોદરા કોર્પોરેશન દ્વારા લાઇન માં ભંગાણ નું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું હતું, રીપેરીંગ કામ દરમિયાન લાઇન માં ફ્રેચ જોઈન્ટ ને વેલ્ડીંગ મારી સદંતર બંધ કરવાનું કામ ચાલતું હતું, આ જાણી ને સાકરતા ગ્રામજનો ઉગ્ર થયા હતા,
ગ્રામજનો એ ઉગ્ર રોષ કરી લાઇન માં ચાલતું રીપેરીંગ કામ અટકાવ્યું હતું, અને સ્થળ ઉપર હલ્લા બોલ કર્યું હતું
સકરતા ગ્રામજનો ની એકજ માંગ છે કે અહીંયા અમને એક નળ બેસાડી આપો તોજ અમે આ લાઇન રીપેરીંગ નું કામ કરવા દઈશું, જો આ લાઇન ને સદંતર બંધ કરી દેવામાં આવશે તો સાકરતા ગામ ના હજારો ગ્રામજનો ને પીવાનું પાણી નહીં મળે,
વધુ માં સાકરતા ગ્રામ પંચાયત ની લાઇન માં પીવા લાયક પાણી નથી આવી રહ્યું ,સાકરતા ગામ ના સરપંચ શ્રી અને વોર્ડ સભ્ય પણ લાઇન માં રીપેરીંગ કામ અટકાવવામાં ગ્રામજનો ને સાથ આપ્યો હતો,
સાકરતા ગામ ના સરપંચ એ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમને અહીંયા પીવાના પાણી નો નળ નહીં બેસાડી આપે ત્યાં સુધી અમો ગ્રામજનો સાથે કોર્પોરેશન ની પાણી ની લાઇન નું રીપેરીંગ કામ નહીં કરવા દઈએ,
જો સાકરતા ગ્રામજનો માટે કોર્પોરેશન ની પાણીની લાઈનમાંથી નળ નહીં બેસાડવામાં આવે તો ગ્રામજનો આંદોલન કરશે કાતો લાઇન માં ભંગાણ કરી નળ બેસાડી દેશે એવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)