નકલી પોલીસ બનીને લારી-ગલ્લાવાળાઓને રૂઆબ બતાવનારા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો
નકલી પોલીસ બનીને લારી-ગલ્લાવાળાઓને રૂઆબ બતાવનારા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો
વડોદરાના ડેરી ડેન સર્કલ પાસેથી નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનેલા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી.તે સમય દરમિયાન તેઓને બાતમી મળી હતી કે ડેરીડેન સર્કલ પાસે કોઈ ક્રાઈમબ્રાન્ચનો પોલીસ કર્મચારી લારી ધારકોને પોતે ક્રાઈમબ્રાન્ચનો પોલીસવાળો હોવાનો રૂઆબ ઝાડી બોલાચાલી કરી રહ્યો છે. જે ચોક્કસ માહિતીને આધારે સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સની ટીમે ડેરીડેન સર્કલ ખાતે દોડી જાઈ એક ઈસમ નામે યશકુમાર રાજેશકુમાર જોશી,રહે ન્યુ સમા રોડ, મૂળ રહે અમદાવાદનો જણાઈ આવ્યો હતો.આ યુવકની કમરના ભાગે રિવોલ્વર જેવું હથિયાર દેખાતા પોલીસે તે ચપળતા પૂર્વક કાઢી લઈ તેની એક્ટિવાની તલાશી લેતાં ડેકી માંથી પ્લાસ્ટિકની એર ગનની ગોળીઓ બુલેટ,તથા નાના છરા અને એક અંગ્રેજીમાં પોલીસ કલરથી ક્રાઈમબ્રાન્ચ લખેલી છુટ્ટી નંબર પ્લેટ મળી આવી હતી. ઉપરાંત તેની એક્ટિવા પર આગળના ભાગે નંબર પ્લેટ ન હતી.અને પાછળના ભાગે GJ 06 MA 01 અંગ્રેજીમાં ક્રાઈમબ્રાન્ચ લખેલી નંબર પ્લેટ, સહિત પોલીસ જેવી વાંસની લાઠી એક્ટિવા પર બાંધેલી હાલતમાં મળી આવી હતી.પોલીસે આ બનાવ અંગે તેની પૂછપરછ કરતા તેણે પોલીસનો રૂઆબ મારવા માટે એર પિસ્તોલ લટકાવી પોતે પોલીસની ખોટી ઓળખ આપતો હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી હતી.જ્યારે ક્રાઈમબ્રાન્ચની ખોટી નંબર પ્લેટ બનાવનાર નાગરવાડા સૈયદપુરાના ઈનાયત સિકંદર શેખ સહિત બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથધરી હતી.
નૈતિક સમાચાર (NS NEWS)