આર્થિક તંગીથી કંટાળી જઇને વેપારી દ્વારા આપઘાત કરાયો, રાજકોટમાં વેપારીની આત્મહત્યાથી સનસનાટી
આર્થિક તંગીથી કંટાળી જઇને વેપારી દ્વારા આપઘાત કરાયો, રાજકોટમાં વેપારીની આત્મહત્યાથી સનસનાટી
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર એક વેપારીએ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. જા કે, રાજકોટમાં વેપારીની આત્મહત્યાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થઇ જતાં સ્થાનિક પોલીસે આ પ્રકરણમાં જરૂરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વેપારીએ આર્થિક તંગીના કારણોસર જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી રહી છે. જા કે, તેમછતાં પોલીસે સાચા કારણની દિશામાં તપાસ ચાલુ રાખી છે. બીજીબાજુ, વેપારીની આત્મહત્યાને લઇ સ્થાનિક વેપારીઆલમમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ખાતે રહેતાં પુરવેશ વસોયા નામના ૪૫ વર્ષીય વેપારીએ આજે વહેલી સવારે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતું મૂકી જિંદગી ટૂંકાવી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ત્રીજા માળેથી પડતાની સાથે જ વેપારી લોહીના ખાબોચીયામાં ફસડાઇ પડયા હતા, આ દ્રશ્યો જાઇ સ્થાનિક રહીશોના ટોળેટોળા ત્યાં ઉમટી પડયા હતા તો, વેપારીના પરિવાર પર તો જાણે આભ તૂટી પડયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, મૃતક વેપારીએ ચા-કોફી બનાવવાના મશીન અને તેના મટીરીયલ્સનો ધંધો કરતા હતા અને આ વેપારીએ આર્થિક તંગીના કારણે આત્મહત્યાનું આ અંતિમ પગલું ભર્યાનું જણાઇ રહ્યું છે. એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજમાં આપઘાતનો બનાવ કેદ થયો હોઇ પોલીસે તેના આધારે પણ તપાસ શરૂ કરી છે. જા કે, આ બનાવને પગલે સ્થાનિક વેપારીઆલમમાં અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી.
નૈતિક સમાચાર (NS NEWS)