ગુજરાત

ડમી નોટો (ચિલ્ડ્રન નોટો) બતાવી ચીટીંગ કરતી ગેંગનો પર્દાફાસ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી. પોલીસ,

ડમી નોટો (ચિલ્ડ્રન નોટો) બતાવી ચીટીંગ કરતી ગેંગનો પર્દાફાસ કરતી વડોદરા શહેર એસ.ઓ.જી. પોલીસ,

માનનીય પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંઘ ગહલૌત સાહેબ તરફથી એ.ટી.એસ. ચાર્ટરની કામગીરી બનાવટી ચલણી નોટો, નાર્કોટીકસ તથા ગેરકાયદેસરના ફાયર આર્મ્સક એમ્યુનેશનના ગુનાઓ તથા છેતરપીંડીના ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે ………

તા.૦૬/૦૨/૨૦ ના રોજ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.સોલંકી, એસ.ઓ.જી. નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. શાંતિલાલ વાલજીભાઇ નાઓને જાહેર જનતા સાથે છેતરપીડી કરતા ઇસમોની બાતમી મળેલ કે સુદામાનગર સંતકંવર કોલોની, વારસીયામાં રહેતા મુકેશ લક્ષ્મણદાસ બેલાની તથા તેનો સાગરીત મનીષ શમન સાલવાની બન્ને જણા ડમી નોટોના બંડલો સાથે રાખીને સાંજના સમયે કોઇ ગ્રાહકે રૂ.૮ લાખમાં એક કરોડ ભરેલ રૂપિયાનો થેલો આપવાની માયાજાળમાં ફસાવી પોતાની પાસે અલગથી રાખેલ અસલ રૂ.૫૦૦/- ના દરની ચલણી નોટોનું બંડલ બતાવી તેઓ પાસેના થેલાની ચેઇન ખોલી ૫૦૦/- ના દરની એક કરોડ નોટો થેલામાં રાખેલ છે તેવી પ્રતિતિ કરાવી ગ્રાહક પાસેથી અસલ રૂપિયા લઇને એક કરોડ ભરેલ ડમી નોટોનો થેલો આપી દઇ ચીટીંગ કરવાના હેતુસર એકટીવા ઉ૫ર ફરી રહેલ છે અને હાલમાં ને.હા.નં.૮, જગદિશ ફરસાણ માર્ટના આગળના ભાગે ઉભેલા છે તે મુજબની બાતમી આધારે ઉપરોકત જગ્યાએ પંચો સાથે ટ્રેપ ગોઠવી વોચ /ટ્રેપ દરમ્યાન બે ઇસમોને ઝડપી પાડેલ છે.

બે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ.૫૦૦/- ની ડમી નોટોના બંડલો-૧૨૭, રોકડ રૂ.૪૪,૫૦૦/-, એકટીવા કિ.રૂ.૨૫,૦૦૦/-, મોબાઇલ ફોન કિ.રૂ.૫૫૦૦/- તથા થેલો કિ.રૂ.૨૦૦/-મળી કુલ્લે રૂ.૭૫,૨૦૦/- નો મુદામાલ કબ્જે

પકડેલ આરોપીઓના નામ સરનામા
(૧) મુકેશ લક્ષ્મણદાસ બેલાની રહે.ઇ/૧૪, સુદામાનગર, વારસીયા, સંતકંવર કોલોની, વડોદરા તથા (ર) મનીષ શકન સાલવાની ઉ.વ.૨૫ રહે.ટી/૧૪, સુદામાનગર, વારસીયા, સંતકંવર કોલોની, વડોદરા. બન્ને આરોપીઓ વિરૂધ્ધ તા.૨૫/૦૬/૨૦૧૯ ના રોજ કારેલીબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૨/૨૦૧૯ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબનો આજ પ્રકારનો ગુનો નોંધાયેલ છે જે ગુનામાં બન્નેની તા.૦૬/૦૭/૨૦૧૯ ના રોજ ધરપકડ કરવામાં આવેલ છે. અને હાલમાં ઉ૫રોકત બન્ને આરોપીઓ સદર ગુનામાં જામીન ઉ૫ર હતા.

આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલ
આરોપી નં.(૧) ની માલીકીની એકટીવાના ફુટ રેસ્ટ ઉ૫ર મુકેલ થેલામાંથી બેંક ઓફ ઇન્ડીયાની રૂ.૫૦૦/- ના દરની ડમી નોટોના બંડલો-૧૨૭ કિ.રૂ.૦૦/૦૦ તથા એકટીવા કિ.રૂ.૨૫,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- તથા આરોપી નં.(ર) પાસેથી રોકડા રૂ.૪૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/- તથા કબજે કરેલ થેલો કિ.રૂ.૨૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૭૫,૨૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે.

આરોપીની એમ.ઓ.
સદરહુ આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીયાની રૂ.૫૦૦/- ના દરની ડમી બંડલો સાથે રાખી કોઇ ગ્રાહક મળી આવે તો તેની સાથે વાત ચીત કરી રૂ.૫૦૦/- ના દરની અસલ ચલણી નોટોનું બંડલ બતાવી રૂ.૮ લાખમાં એક કરોડની રૂ.૫૦૦/- ના દરની ડમી નોટોના બંડલો અસલ નોટો છે તેવી પ્રતિતિ કરાવી માયાજાળમાં ફસાવી અસલ નોટો મેળવીને ડમી નોટોવાળો એક કરોડનો થેલો આપી તાત્કાલીક સ્થળ છોડી દેવાની છે.

નોંધાયેલ ગુનાની વિગત
બાપોદ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૨/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૫૧૧,૧૧૪ મુજબ.

*સારી કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓ*
શ્રી એ.એસ.શુકલ, એ.એસ.આઇ. શાંતિલાલ વાલજીભાઇ, એ.એસ.આઇ. અબ્દુલરજજાક ઉસ્માનભાઇ, હે.કો. હેમરાજસિંહ ઇન્દ્રસિંહ, હે.કો. હેમંત તુકારામ, હે.કો. રાકેશ ભેરૂલાલ, હે.કો. કનકસિહ શિવસિંહ, પો.કો. અમરસિંહ ગોરધનસિંહ, પો.કો આશિષપુરી માનસુખપુરી તથા પો.કો. દિપક આત્મારામ નાઓએ છેતરપીંડીની કોશિષ કરતા આરોપીઓને ઝડપી પાડી સારી કામગીરી કરેલ છે.

ઉ૫રોકત ગુનાની વધુ તપાસ એસ.ઓ.જી. વડોદરા શહેર દવારા હાથ ધરવામાં આવેલ છે.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button