ગુજરાત

નંદેસરી GIDC ના સુદીપ ફાર્માના ઉધોગપતિ અને ઈસ્કોન ગૃપના માલિકના વેવાઈ સુજિત ભાયાણીના વૈભવી નિવાસસ્થાને યોજાયેલી બર્થ-ડે પાર્ટીની મહેફિલના રંગમાં ભંગ પડ્યો.

નંદેસરી GIDC ના સુદીપ ફાર્માના ઉધોગપતિ અને ઈસ્કોન ગૃપના માલિકના વેવાઈ સુજિત ભાયાણીના વૈભવી નિવાસસ્થાને યોજાયેલી બર્થ-ડે પાર્ટીની મહેફિલના રંગમાં ભંગ પડ્યો.

અંપાડની મહેફિલ પર ભેદીદરોડો:પોલીસની શંકાસ્પદભૂમિકા પોલીસ સુધ્ધાંને બંદુકધારી સિકયુરિટીએ અટકાવતાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકાએ અંતે ડીવાયએસપીએ આવી તપાસ હાથ ધરી

શહેર નજીક અંપાડ ગામે આવેલા ઉદ્યોગપતિના વૈભવી નિવાસસ્થાને યોજાયેલી બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની માહિતીના પગલે જિલ્લા પોલીસ અને મીડિયા મધ્ય રાત્રિ બાદ અંપાડ ખાતે પહોંચ્યું હતું. ૩૦ ઉપરાંત વૈભવી કારોનું પાર્કિંગ અને પોલીસ સુધ્ધાંને બંદુકધારી સિકયુરિટીએ અટકાવતાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાની આશંકાએ અંતે ડીવાયએસપીએ આવી તપાસ હાથ ધરી હતી, જેમાં આશ્ચર્યજનક કશું વાંધાજનક નહીં મળ્યું હોવાનું પોલીસૈ જાહેર કર્યું હતું.

માહિતી આધારે રાત્રે એક વાગ્યા બાદ મીડિયાને સૌ પ્રથમ આ સ્થળે દારૂની મહેફિલ ચાલતી હોવા ઉપરાંત એમાંહાઈપ્રોફાઈલ માલેતુજારો મહિલાઓ સહિત હાજર હોવાની માહિતીના પગલે મીડિયા કર્મચારીઓ પહોચ્યા હતા એ દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ અને તાલુકા પોલીસ મથકે ફોન ધણધણવા માંડયા હતા અને મહેફિલ અંગેની પૂછપરછ ચાલી રહી હતી. પરંતુ બંને સ્થળ ઉપરથી આ બાબતની કોઈ જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું.જો કે, મીડિયા અંપાડ ઓહાના ફાર્મ પર પહોંચ્યા બાદ પોલીસ પહોંચી હતી અને ૧૨ ફૂટ ઊંચા ગેટ ખખડાવી અંદર જવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ અંદરથી પોલીસ હોય કે કોઈ પણ હોય પ્રવેશ નહી મળે એવું રોકડું પરખાવી દેતાં અંતે પોલીસના બે જવાનોએ ૧૨ ફૂટ ઊંચો ગેટ કૂદીને અંદર જવું પડયું હતું.

જ્યાં સિકયુરિટી ગાર્ડે એમને પણ બંદુક તાકી દેતાં મામલો ઉગ્ર બન્યો હતો. બાદમાં અંદર પ્રવેશેલા પીએસઆઈ પી.જે.ખરસાણને મીડિયાએ સવાલોનો
મારો ચલાવતાં ગોળ ગોળ જવાબ આપી પાછા અંદર જતા રહ્યા હતા , ખરસાણે જણાવ્યું હતું કે, અંદર કશું વાધાજનક હાલમાં મળ્યું નથી અને મળશે તો કાયદેસરની કાર્યવાહી થશે એવા જવાબથી મીડિયા કર્મચારીઓને કુલડીમાં ગોળ ભાંગ્યાનો અંદાજ આવ્યો હતો. બાદમાં સ્થળ ઉપર રાત્રે બે વાગે પહોંચેલા ડીવાયએસપી રવિન્દ્ર પટેલે પણ કશું વાંધાજનક નહીં હોવાનું ગાણું ગાયું હતું પરંતુ અંદર કેટલા ઈસમો હાજર છે એના જવાબમાં ગેંગે-ફેંફે થઈ ગયા હતા. કારણ કે, પાર્કિંગમાં ૫૦ કારો હતી અને અંદર 30 તો બાકીના ક્યાં ગયા એ તો જવાબ આપી શક્યા ન હતા.

અંતે જીલ્લા પોલીસે કશું વાંધાજનક નથી મળ્યું એવું જાહેર કર્યું ?

સૂત્રો ના જણાવ્યા અનુસાર જીલ્લા પોલીસને કશું વાંધાજનક નથી મડ્યું અને મહેફિલના સ્થળની બહાર પાર્ક થયેલી બે મહારાષ્ટ્ર પારસીંગની ઇનોવા અને એક્સયુવિમાં ઓર્કેસ્ટ્રાનો સામાન અને સાથે સફેદ કોથડીમા વીંટાયેલો શંકાસ્પદ બિયર નો જ્થ્થો પણ હોવાનું  સૂત્રો પાસેથી જાણવા મડ્યું હતું ,  જો કે તાલુકા પોલીસ અને ડીવાયએસપીએ પહેલેથી જ નીલ રેડ બતાવવાનું નક્કી કરેલું હોય તેમ લાગી આવ્યું હતું , તપાસના અંતે કશું વાંધાજનક નથી મળ્યું એવું જાહેર કર્યું હતું.. વધુ માં ખુદ પોલીસ જવાન જ ફાર્મ ની બહાર પહેરો ભરી રહેલો નજરે પડ્યો હતો , વધુ માં અંપાડ ના સરપંચ એ મીડિયા સાથે બોલાચાલી કરી ફાર્મ ની અંદર જતા રોક્યા હતા ?

સુદીપ ફાર્માના સુજિત ભાયાણીના આમંત્રણને માન આપી કહેવાતી મહેફિલના હાજર રહેલા માલેતુજારો અને મોંઘીદાટ કારની યાદી
જીજે ૧૫ સીએફ ૭૨૨૭, ઓડી કયુ સેવન જેએચ પરબિયા, જીજે ૦૬ જેઈ ૯૭૯૪, ઓડી કયુ શ્રી ડો.પરેશ, જીજે ૦૬ કેપી ૯૮૮૨, હ્યુન્ડાઈમુકુલ, જીજે ૦૬ એચએસ ૧૭૦૪, ઓડીઅશ્વિન વનસ્પતિ, જીજે ૦૬ કેડી ૬૬૬૬ ટોયોટા, મિનેષ પટેલ, જીજે ૦૬ એમડી ૮૮૨૨, સ્કોડા સિલ્વર ટેકનો, જેજી ૦૬ એફકે ૦૯૩૬, ફોર્ચ્યુનર આલોક જીજે ૦૬ પીએ ૮૬૯૭, મર્સિડિસ રૂબીકોન, જીજે ૦૬ એલકે ૯૬૯૬ ઈનોવા અશ્વિન વનસ્પતિ, એમએચ ૦૪ એફડી ૬૧૪૬,ઈનોવા પ્રશાંત સુર્વે, જીજે ૦૬ ડીબી ૯૬૭૪, એસએકસ ફોર મુકેશ, જીજે ૦૬ જે.એમ.ઠક્કર બીએમડબલ્યુ શિલ્પા અલય શાહ (અખંડ ફાર્માવાળા), જીજે ૦૬ પીએ બીએમડબ્લ્યુ, આશિષ (અખંડ ફામ), જીજે ૦૬ એફ કે ૯૧૧૫ મહિન્દ્ર એસયુવી હિતેન્દ્ર સિંહ ઉપરાંત અભિષેક ટાપરિયાની બીએમડબલ્યુ અને કેટરિંગ માટે આવેલા ટેમ્પાઓ જેમાં મોટા ભાગે શેમ્પેઈન પીવા માટે વપરાતા ગ્લાસ અને પાણીનો જથ્થાવાળા વાહનો સહીત લગભગ 30 જેટલી કરો પાર્ક થેયેલી હતી, મીડિયા અને પોલીસ પહોંચે એ પહેલા કેટલીક કારોમાં વાંધાજનક સામાન લઈ સડસડાટ ભાગતી ગાડીઓ પણ નજરે પડી હતી

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button