બાજવા થી છાણી ને જોડતા રેલવે ઓવર બ્રિજ નું કામ કરતો કામદાર સલામતી ના અભાવે બ્રિજ ઉપર થી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો,
બાજવા થી છાણી ને જોડતા રેલવે ઓવર બ્રિજ નું કામ કરતો કામદાર સલામતી ના અભાવે બ્રિજ ઉપર થી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયો,
વિગત એવી છે કે છાણી થી બાજવા અને અન્ય ગામડાઓ ને જોડતો રેલવે ઓવર બ્રિજ ઘણા વર્ષો થી બની રહ્યો છે, ઘણા સમય થી કામ બંધ હતું પરંતુ થોડા દિવસ પહેલા કોન્ટ્રાકટર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું હતું, આ બ્રિજ ઉપર કામ કરતો કામદાર નામે અમર જાદવ આજ રોજ કામ કરતા દરમિયાન બ્રિજ ઉપર થી પગ લપસતા નીચે પટકાયો હતો, પટકાતા ની સાથેજ કામદાર ને કમર અને પગમાં ગંભીર ઇજાઓ પોહચી હતી, કામદાર ને કોન્ટ્રાકટ ના સુપરવાઈઝર દ્વારા તાત્કાલિક છાણી સ્થિત ખાનગી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો,
સ્થાનિકો ના કહેવા મુજબ કોન્ટ્રાકટર દ્વારા કામદારો ની કોઈ પણ જાતની સલામતી રાખવામાં આવતી નથી, કે નથી કોઈ સલામતી ના સાધનો નો ઉપયોગ કરવામાં આવતો નથી,
વધુમાં છેલ્લા કેટલાય વર્ષો થી આ રેલવે ઓવર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, અને બ્રિજ બનાવવાની મર્યાદા પુરી થવા છતાં બ્રિજ બનેલ નથી, સૂત્રો ના જણાવ્યા અનુસાર બ્રિજ બનાવતા કોન્ટ્રાકટર ને તંત્ર દ્વારા એક સાથે બે રેલવે ઓવર બ્રિજ બનાવવાનું કામ આપવામાં આવ્યું છે , એક તો રનોલી રેલવે ઓવર બ્રિજ અને બીજો બાજવા રેલવે ઓવર બ્રિજ, મુખ્ય વાત તો એ છે કે કોન્ટ્રાકટર દ્વારા કામ મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બંને માંથી કોઈ એક પણ રેલવે ઓવર બ્રિજ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યો નથી,
થોડા દિવસ પહેલા જ બાજવા ખાતે સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓ ના વિરોધ ના લીધે કોન્ટ્રાકટર અને તંત્ર દ્વારા બંધ પડેલ બ્રિજ નું કામ ચાલુ કરવામાં આવ્યું હતું,
શુ તંત્ર આવા બેદરકારી કોન્ટ્રાક્ટરો ને જ કામ કેમ આપે છે?
જોવાનું એ રહે છે કે બેદરકારી અને અસલામતી કોન્ટ્રાકટર અને જવાબદાર લોકો સામે તંત્ર કોઈ કડક કાર્યવાહી કરશે??
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)