એલઆરડી : મહિલાઓ દ્વારા ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન , સરદાર પટેલની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન.
એલઆરડી : મહિલાઓ દ્વારા ગાંધીનગર ખાતે ધરણાં પ્રદર્શન , સરદાર પટેલની પ્રતિમા પાસે ધરણા પ્રદર્શન.
એલઆરડી ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલો વિવાદે હવે અનામત સામે બિન અનામત વર્ગની લડાઈનું સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે ૧ ઓગસ્ટ, ૨૦૧૮નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની ૨૫૦થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. પરિપત્રમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે ૬૬ દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા. આજે સવારે પણ બિન અનામત વર્ગની મહિલાઓ યોગા કર્યા બાદ ઘ-૪ પાસે સરદાર પટેલની પ્રતિમા બેસી ગઈ હતી. બીજીબાજુ, લોકરક્ષક ભરતી બોર્ડમાં પાસ થયેલી બિનઅનામત વર્ગની ૨૫૪ યુવતીઓએ હાઇકોર્ટમાં પીટીશન કરી છે. ઝડપથી તેમને નિમણુંકપત્રો આપવા અને જુનો ઠરાવ રદ નહી કરવા અને મહિલા અનામત આપવા દાદ માગવામાં આવી છે. જેની સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે. અરજદાર યુવતીઓ તરફથી એવી દલીલ કરાઇ હતી કે, ૨૦૧૯માં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ૯૭૧૩ ખાલી જગ્યા પર હથિયારધારી, બિન હથિયારધારી અને જેલ સિપાઇ માટે પરીક્ષા લીધી હતી. જુદા જુદા મુદ્દાઓ ઉપર વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો આ જૂનો પરિપત્ર રદ નહી કરવાની માંગણી સાથે ગાંધીનગર ઉમટી પડી છે અને આંદોલન પર બેસી ગઇ છે ત્યારે હવે સરકાર માટે સમગ્ર પરિÂસ્થતિનો સુખદ ઉકેલ લાવવો મુશ્કેલ બની ગયું છે.
નૈતિક સમાચાર (NS NEWS)