ગુજરાત

તપાસ માટે વિદ્યાર્થીનીઓના વસ્ત્રો કઢાવાતા ભારે ચકચાર, વિદ્યાર્થીનીના વસ્ત્રો  ઉતારી માસિક ધર્મની તપાસ કરાવનાર મહિલા સંચાલક સામે વિદ્યાર્થીનીઓમાં જોરદાર આક્રોશ

તપાસ માટે વિદ્યાર્થીનીઓના વસ્ત્રો કઢાવાતા ભારે ચકચાર, વિદ્યાર્થીનીના વસ્ત્રો  ઉતારી માસિક ધર્મની તપાસ કરાવનાર મહિલા સંચાલક સામે વિદ્યાર્થીનીઓમાં જોરદાર આક્રોશ

કચ્છના ભુજ ખાતે સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટમાં કોલેજની વિદ્યાર્થીઓના માસિક ધર્મની તપાસ માટે કપડા ઉતરાવડાવી તપાસ કરવામાં આવતાં વિદ્યાર્થીનીઓમાં ઉગ્ર આક્રોશ ફેલાઇ ગયો હતો. શિક્ષણજગતમાં કલંકરૂપ આ ઘટનાને લઇ ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા. ખાસ કરીને ઇન્સ્ટીટયુટની મહિલા સંચાલિકાના આવા અમાનવીય કૃત્યને લઇ ભારોભાર આક્રોશ ફેલાઇ ગયો હતો, વિદ્યાર્થીનીઓએ તાત્કાલિક ધોરણે આરોપી સંચાલિકાને ઇન્સ્ટીટયુટમાંથી હાંકી કાઢવા અને તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. ઇન્સ્ટીટયુટના સંચાલકો તરફથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણ આપવામાં આવી હતી. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટીટયુટની વિદ્યાર્થીનીઓ દ્વારા ઉગ્ર માંગણી કરાઇ હતી કે, તેમની સામે આ પ્રકારની ગેરવર્તણૂંક કરનાર સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થીનીઓએે આરોપ લગાવ્યો છે કે, તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપી છે. બેજવાબદાર બનેલા સંચાલકોએ ચીમકી આપી છે કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવતી રહેશે. જા કોઈને મંજૂર ન હોય તો કોલેજ કે હોસ્ટેલ છોડીને જતાં રહે. વિદ્યાર્થીનીઓએે આક્ષેપ કર્યો હતો કે, ગઇકાલે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. ત્યારબાદ માસિક ધર્મને લઈને પૂછપરછ કર્યા બાદ એક પછી એક વિદ્યાર્થીનીને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરાઈ હતી. માસિક ધર્મની તપાસ કરાતા કોલેજની વિદ્યાર્થીનીઓના ઉગ્ર વિરોધને પગલે સંચાલકોએ કેટલીક વિદ્યાર્થિનીઓને ઓફિસમાં બોલાવી હતી. વિદ્યાર્થીનીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમને ઓફિસમાં ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ લખાવી લીધું હતું. વિદ્યાર્થીનીઓએે આક્ષેપ કર્યો હતો કે, બુધવારે હોસ્ટેલમાંથી કોલેજમાં ફોન કરાયો હતો કે છોકરીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવે. બાદમાં કોલેજના સંચાલકોએ ચાલુ કોલેજમાં વિદ્યાર્થીનીઓને પેસેજમાં બેસાડી હતી. જે વિદ્યાર્થીનીઓ માસિક ધર્મમાં હોય તેને ઊભી થવાનું કહેવાયું હતું. જેને પગલે બે છોકરીઓ ઊભી થઈને બાજુમાં બેસી જતાં તેમને એક બાદ એક એમ તમામ છોકરીઓને વોશરૂમમાં લઈ જવાઈ હતી અને માસિક ધર્મની તપાસ કરવામાં આવી હતી. સંચાલકોના આદેશ બાદ અમે કપડાં ઉતારવા મજબૂર થયાં હતાં. તે લોકો સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. કોલેજના મહિલા પ્રિન્સિપાલ રીટાબેને અને અન્ય શિક્ષિકાઓએ અમને આવી ફરજ પાડી હતી. કોઈની સાથે કોલેજ, હોસ્ટેલ કે અન્ય જગ્યાએ આવું ના થવું જોઈએ. આ બનાવને લઈને કડક પગલાં લેવા જોઈએ. સહજાન્‌ઢ્ઢ ગર્લ્સ ઇન્સ્ટીટયુટની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ તેમના પરિણામને લઈને ચિંતિત છે. તેમણે જણાવ્યું હતું કે, અમે સંસ્થાના તમામ નિયમોનું પાલન કરીએ છીએ. નિયમ તોડનારને સજા કરાય છે. અમે માસિક ધર્મનું પણ પાલન કરીએ છીએ. અમને છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક ત્રાસ અપાઈ રહ્યો છે. અમે સંચાલકો સામે પ્રદર્શન કર્યું છે તેથી અમારા પરિણામ પર તેની અસર પડવાની શક્યતા છે. તેથી અમારી કેરિયર પર આની કોઈ જ અસર ના થાય તેનું શિક્ષણ સત્તાવાળાઓએ ધ્યાન રાખવું જાઇએ.

નૈતિક સમાચાર (NS NEWS)

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button